Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમીન વિવાદમાં હુમલો કરનાર બે આરોપીઓને 5 વર્ષની કેદ:1997માં તલવાર-પાઇપથી હુમલો કર્યો હતો, કોર્ટનો બંને આરોપીઓને 1.50 લાખના દંડની રકમ ફરિયાદીને આપવા આદેશ

    11 hours ago

    શહેરના કુબેરેશ્વર મહાદેવ મંદિર પાસે વર્ષ 1997માં થયેલા લોહિયાળ ઝઘડાના કેસમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સ્વાતિ નિતીન કુલકર્ણીએ ચુકાદો આપ્યો છે. કોર્ટે બે આરોપીઓને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવીને 5 વર્ષની સજા ફટકારી છે. આ ઉપરાંત કોર્ટે બન્ને આરોપીઓને 1.50 લાખ દંડ ફટકાર્યો છે અને દંડની રકમ ફરિયાદીને વળતર તરીકે ચુકવવા નિર્દેષ આપ્યો છે. આરોપીઓનો ફરિયાદી અને તેમના ભાઈઓ પર હુમલો 26 એપ્રિલ, 1997ના રોજ રાત્રે AMTS બસ સ્ટેન્ડ પાસે જમીન બાબતના જૂના વિવાદને લીધે આરોપીઓએ ફરિયાદી રાજેશકુમાર સરોજ અને તેમના ભાઈઓ પર હુમલો કર્યો હતો. જેમાં આરોપી કૈલાશસિંહ રાઠોડે તલવાર વડે ફરિયાદીના ભાઈ ગુલાબના માથામાં ઈજા પહોંચાડી હતી. જ્યારે અન્ય આરોપીઓ હનુમાનસિંહ રાજપુત અને પ્રતાપસિંહ ચૌધરીએ લોખંડની પાઈપ વડે ફરિયાદી અને તેના ભાઈ ચંદનને ગંભીર ઈજાઓ કરી હતી. મુખ્ય આરોપીનું અવસાન થતાં કેસ બંધ કરાયો આ મામલે શહેરકોટડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ કરી હતી. ત્યારબાદ કોર્ટમાં ચાર્જશીટ કરતા કેસ ચાલવા પર આવ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન મુખ્ય આરોપી કૈલાશસિંહ રાઠોડનું અવસાન થતાં તેમની સામેનો કેસ બંધ કરવામાં આવ્યો હતો. સરકારી વકીલ પ્રજ્ઞાબહેન પ્રજાપતિએ પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે આ ગંભીર પ્રકારનો કેસ છે, જમીન વિવાદમાં હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓને ફરિયાદી સહિતના સાક્ષીઓએ ઓળખી બતાવ્યા છે, ફરિયાદી પક્ષ આરોપીઓ સામેનો કેસ નિઃશંકપણે સાબિત કરવામાં સફળ રહ્યો હોવાથી તેમને સખ્તમાં સખ્ત સજા કરવી જોઇએ. હનુમાનસિંહ રાજપુત અને પ્રતાપસિંહ ચૌધરીને 5 વર્ષની સજા જેથી સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે, જ્યારે આરોપીઓ તરફે ઓછી સજા કરવા રજૂઆત કરવામાં આવી હતી. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે હનુમાનસિંહ રાજપુત અને પ્રતાપસિંહ ચૌધરીને દોષિત ઠેરવી 5 વર્ષ કેદની સજા ફટકારી જેલમાં મોકલી આપ્યા છે. 29 વર્ષ જુના આ કેસમાં આરોપીઓને સજા ફટકારતા ચુકાદામાં જજ સ્વાતિ નિતીન કુલકર્ણીએ નોંધ્યું હતું કે, ભોગ બનનાર સાક્ષીઓના નિવેદનો અને મેડિકલ પુરાવાઓ પરથી સાબિત થાય છે કે આરોપીઓએ હથિયારો વડે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આરોપીઓએ દલીલ કરી હતી કે, અંધારાનો લાભ લઈને કોઈ અજાણ્યા વ્યક્તિઓએ હુમલો કર્યો હશે, પરંતુ ફરિયાદી અને આરોપીઓ એકબીજાને પહેલેથી ઓળખતા હતા. તેથી તે દલીલ ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી. જ્યારે સીધો પુરાવો ઉપલબ્ધ હોય અને તે શંકાથી પર હોય, ત્યારે આરોપી સામેનો ગુનો સાબિત થયેલો ગણાય.
    Click here to Read More
    Previous Article
    UCC બિલને કેબિનેટમાં મંજૂરી:લગ્ન નોંધણી ફરજિયાત, લિવ-ઇન રિલેશનશિપમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે, વારસામાં સમાન અધિકાર, ભાસ્કર પર જુઓ સંપૂર્ણ ડ્રાફટ
    Next Article
    વેરાવળ-બાંદ્રા સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો:સમર વેકેશનમાં મુસાફરોની ભીડને જોતા પશ્ચિમ રેલવેએ જુલાઈ સુધી સર્વિસ લંબાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment