Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાઇક સવાર ત્રણ યુવકો કાર સાથે ધડાકાભેર અથડાયા, એકનું મોત:બે ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયા, માંજલપુરમાં પ્રત્યક્ષદર્શીએ કહ્યું, 'મસ્તી કરતાં કરતાં ફુલ સ્પીડમાં આવીને ઠોકી દીધી'

    15 hours ago

    વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી છે. જેમાં ત્રણ બાઈક સવારો ઊભેલી એક કાર સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર ત્રણે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં કાર અને બાઈકને ભારે નુકસાન પહોંચ્યું છે. સાથે બાઈક સવાર વ્યક્તિ પૈકી એક સગીરનું ગંભીર ઇજાઓને લઈ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાઇક સવાર ત્રણ યુવકો કાર સાથે ધડાકાભેર અથડાયા આ અકસ્માતમાં મૃતકની ઓળખ અનમોલ રવિન્દ્રભાઈ સોની (ઉંમર 15 વર્ષ) તરીકે થઈ છે. મૃતક બાળક દંતેશ્વર વિસ્તારમાં આવેલા વિષ્ણુનગરનો રહેવાસી હતો અને હાલમાં ધો. 10માં અભ્યાસ કરી રહ્યો હોવાની વિગતો મળી છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત બંને વ્યક્તિઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે. મૃતક બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. 'પાછળથી ત્રણ બાઈક સવાર આવીને કારમાં ઘૂસી ગયા' આ ઘટનાને લઈ સ્થાનિક નજરે જોનાર મહિલા કુંતલ વાઘાણીએ જણાવ્યું હતું કે, અમે અહીંયાથી પસાર થઈ રહ્યા હતા. કાર ચાલક ખરીદી કરીને અહીંયા આવ્યો અને કારમાં બેઠો અને પાછળથી ત્રણ બાઈક સવાર કારમાં ઘૂસી ગયા હતા. જેમાં ચાલકને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પોહચી છે. આ અકસ્માતમાં બાઈક ચાલનો વાંક હતો જેઓને કાયદાનો ભંગ કર્યો હર અને હેલમેટ પણ પહેર્યું ન હતું. આ બાઈક ફૂલ સ્પીડમાં હતી અને આ અકસ્માત સર્જાયો હતો. 'મસ્તી કરતા કરતા ફુલ સ્પીડમાં આવતા હતાં' આ ઘટના અંગે કારચાલક કેયુરભાઈએ જણાવ્યું હતું કે, હું ખરીદી કરીને બહાર આવ્યો હતો અને કારમાં ગેર પાડી રહ્યો હતો તે દરમ્યાન પાછળથી ત્રણ સવારી આવે છે અને કારમાં ઘૂસી જાય છે. એક પણ વ્યક્તિને હેલમેટ પહેર્યું ન હતું. તેઓ મસ્તી કરતા કરતા ફુલ સ્પીડમાં આવતા હતાં. બહાર નીકળીને જોતા તેઓને વાગ્યું હતી જેથી મેં પોલીસને અને 108ને જાણ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ચૌધરી સમાજનું મહાસંમેલન ઉગ્ર બન્યું: VIDEO:રબારી યુવક સાથે પ્રેમ લગ્ન કરનાર દીકરીને પરત લેવા હજારોની સંખ્યા ઉમટી; ગાડીઓમાં તોડફોડ, 3 કિમી સુધીનો હાઈવે બ્લોક
    Next Article
    UCC બિલને કેબિનેટમાં મંજૂરી:લગ્ન નોંધણી ફરજિયાત, લિવ-ઈન પર નિયંત્રણ અને વારસામાં સમાન અધિકાર, ભાસ્કર પર જુઓ સંપૂર્ણ ડ્રાફટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment