Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં એલ.સી.બી.નો દરોડો:વરલી મટકાનો જુગાર રમતો યુવાન ઝડપાયો

    9 hours ago

    પોરબંદર એલ.સી.બી. ટીમે છાંયા વિસ્તારમાં દરોડો પાડી વરલી મટકાનો જુગાર રમતા એક યુવાનને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રૂ. 10,750 રોકડા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એલ.સી.બી. ટીમે છાંયા એ.સી.સી. રોડ પર કુંભારની વંડી પાસે જાહેરમાં વરલી મટકાના આંકડાઓ પર બેટીંગ લઈ જુગાર રમાડતા મીલન પ્રવીણભાઈ ઠકરાર (ઉંમર 26, રહેવાસી – છાંયા, ઉપલી કેનાલ પાસે, કૃષ્ણા પાર્ક શેરી નં. 4, પોરબંદર)ને રંગેહાથ પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી વરલી મટકાના આંકડા લખેલી બે ચિઠ્ઠીઓ, એક બોલપેન અને રૂ. 10,750 રોકડ રકમ સહિતનો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે જુગારધારા કલમ 12(અ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદર શહેરમાં ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ LCB એ અલ્ટો કાર સાથે તસ્કર ઝડપ્યો:મોટરસાયકલ ચોરી સહિતના ગુનાનો ભેદ ઉકેલાયો
    Next Article
    These Simple Tricks Can Save Curd From Turning Sour In Summer

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment