Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લગ્ને લગ્ને કુંવારી લૂંટેરી દુલ્હનનો પર્દાફાશ:પહેલા પતિને છોડી બે દિવસમાં બીજા યુવક સાથે લગ્ન કરી લીધા, બીજા પતિએ ફેસબુકમાં ફોટો મૂકતા ભાંડો ફૂટયો

    1 week ago

    સુરતના હીરા મેનેજર સાથે 1.70 લાખ લઇ લગ્ન કરનાર લૂંટેરી દુલ્હનની ટોળકીનો પર્દાફાશ ફેસબુક પર અપલોડ થયેલા ફોટોએ કર્યો હતો. બે દિવસ પહેલાં હોસ્પિટલના કામે રાજકોટ જવાનું કહીને ગયેલી આ યુવકની પત્નીએ જસદણમાં બીજા યુવક સાથે કરેલાં લગ્નના ફોટો અપલોડ બાદ લૂંટેરી દુલ્હન ગેંગ વિરુદ્ધ આ હીરા મેનેજરે લસકાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી લસકાણા પોલીસ દ્વારા લૂંટેરી દુલ્હનની ધરપકડ કરી છે. જ્યારે તેને ટોળકીનો મુખ્ય સૂત્રધાર ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ઓક્ટોબર 2025માં ફરિયાદીના સોનલ સાથે લગ્ન થયા હતા અમરેલીના ધારીના વતની અને હાલ પાસોદરામાં રહેતો 43 વર્ષીય યુવક હીરા પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમણે સોનલ સંદીપ ચૌહાણ સાથે બીજી ઓક્ટોબર-25એ અશ્વિનીકુમાર મહાદેવ મંદિરમાં સાદાઈથી લગ્ન કર્યા હતા. આ યુવતી અનાથ હોવાનું અને તેને એક ભાઈ સિવાય કોઈ નહિ હોવાનું જણાવ્યું હતું. જોકે લગ્ન વખતે આ યુવક પાસેથી વચેટિયા તરીકે રહેલાં કમલેશ રામ કમાણીએ 1.70 લાખ રૂપિયા લીધા હતા. કમલેશ કમાણીને કારણે પોતાનાં લગ્ન થયા હોઇ હીરા મેનેજર તેની માટે આદર ધરાવતા હતા. ગત 13મી માર્ચે કમલેશે પોતાના પુત્રને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કર્યો હોય સોનલને ઘરે કામ કરવા માટે મોકલવાનું જણાવ્યું હતું. બીજા દિવસે સોનલનો ફોન બંધ થઇ ગયો હતો. રાજકોટમાં પણ અલગ અલગ સંપર્ક સ્થળે તેને શોધવાનો પ્રયાસ થયો હતો. પરંતુ કોઇ સફળતા મળી ન હતી. બે દિવસ બાદ તેમને આવેલા સંબંધીના કોલે તેમને હચમચાવી નાંખ્યા હતા. યુવકને ખબર પડી તેની પત્નીએ જસદણના યુવક સાથે લગ્ન કરી લીધા હતા તપાસ ચાલી રહી હતી તે દરમિયાન હીરા મેનેજરના મસિયાઇ ભાઈએ ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમની પત્ની સોનલે રાજકોટના જસદણમાં બીજા યુવક સાથે લગ્ન કરી લીધા હોવાનું જણાવ્યું હતું તે સાથે જ સોનલના બીજા યુવક સાથેનાં લગ્ન વખતે પાડેલા ફોટો પણ મોકલ્યા હતા. આ ફોટો હીરા મેનેજરના માસીઆઈ ભાઈના જ મિત્રએ પોતાના ફેસબુક પર મૂક્યા હતા. આ યુવતી સાથે જસદણ રામેશ્વર મંદિરમાં લગ્ન કર્યા હોય આનંદના અવસર તરીકે ફેસબુક પર શેર કર્યા હતા. સોનલે જેની સાથે લગ્ન થયા હતા તેનો સંપર્ક કરતાં તેણે આ યુવતી સાથે કમલેશ કમાણીએ લગ્ન કરાવ્યા હતા. લગ્ન પેટે કમલેશ અને ટોળકીએ 1.80 લાખ રૂપિયા લીધા હતા. જોકે પોતે લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યાનું જાણ્યા બાદ આ યુવકે આ લૂંટેરી દુલ્હનને પકડી લઇ જસદણ પોલીસને હવાલે કરી હતી. તે સાથે જ હીરા મેનેજરે લસકાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં તેનો કબ્જો લઈને સુરત પોલીસ જસદણથી સુરત આવી ગઈ છે. કમલેશે અલગ અલગ બે યુવક સાથે લગ્ન કરાવ પૈસા પડાવ્યા સુરત પોલીસની પૂછપરછ માં જાણવા મળ્યું છે કે, સોનલ ચૌહાણ મૂળ મહારાષ્ટ્રના નાગપુરની રહેવાસી છે. જ્યાં તે ઘરકામ કરીને એક નાના ભાઈનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં અન્ય કોઈ સભ્ય નથી. કમલેશ કમાણીએ પણ નાગપુરની જ મહિલા સાથે લગ્ન કર્યા છે. જેથી તે સોનલના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ તેની સાથે મળીને લગ્ન વચ્છુક યુવકોને ફસાવીને રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું. હાલ તો લસકાણા પોલીસે સોનલ ની ધરપકડ કરી લીધી છે જ્યારે કમલેશને વોન્ટેડ જાહેર કર્યો છે. આ સાથે જ અન્ય કોઈને આ રીતે છેતરવામાં આવ્યા છે કે નહીં તે અંગેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મોબાઈલ ચોરોનું હવે આવી બનશે:ક્રાઈમ બ્રાન્ચના 61 જવાનો સજ્જ, ગુમ થયેલા ફોન શોધવા સેન્ટ્રલ પોર્ટલ થયું અપગ્રેડ
    Next Article
    સુરતના રવિ રાંદેરીએ ભુવનેશ્વરમાં ડંકો વગાડ્યો: SAARC:ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો, હવે જર્મની અને ચીનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment