Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ, કાયદો-વ્યવસ્થા મજબૂત કરવા સૂચના:તહેવારોની તૈયારીઓ, શ્રેષ્ઠ કામગીરી બદલ પોલીસકર્મીઓનું સન્માન કરાયું

    10 hours ago

    પોરબંદરમાં પોલીસ અધિક્ષક કચેરીના ક્રાઇમ કોન્ફરન્સ હોલમાં ફેબ્રુઆરી 2026 માસની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બનાવવા તેમજ આગામી તહેવારોની સુરક્ષા વ્યવસ્થા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડાએ શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા પર વિશેષ ધ્યાન આપવા સૂચના આપી હતી. આગામી રમજાન ઇદ, રામનવમી અને માધવપુરના મેળા દરમિયાન કોઈ પણ પ્રકારના ગુનાઓ ન બને તે માટે આગોતરા પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.અસામાજિક તત્વો પર કડક નજર રાખી પાસા અને તડીપાર જેવા અટકાયતી પગલાં લેવા સૂચના અપાઈ હતી. લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપવા માટે વિશેષ ડ્રાઇવ હાથ ધરવા, ગેરકાયદેસર બાંધકામો શોધી કાઢી ડિમોલિશનની કામગીરી તેજ કરવા તેમજ ઘરફોડ ચોરી અટકાવવા અસરકારક નાઇટ પેટ્રોલિંગ ગોઠવવા પર ભાર મુકાયો હતો.આ ઉપરાંત, રાત્રિ દરમિયાન હોટલ-ધાબાઓનું ચેકિંગ, ગ્રામ્ય વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવા, HS-MCR ચેકિંગ તથા ટ્રાફિક નિયમનને વધુ કડક બનાવી અકસ્માતો અટકાવવા માટે જરૂરી વ્યવસ્થા કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા (શહેર ડિવિઝન), નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ (ગ્રામ્ય ડિવિઝન), નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુતરીયા (રાણાવાવ ડિવિઝન) સહિત તમામ પોલીસ સ્ટેશન અને બ્રાન્ચના અધિકારીઓ હાજર રહ્યા હતા. ફેબ્રુઆરી 2026 દરમિયાન ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી ફરાર આરોપીઓને ઝડપી પાડવા, એન.ડી.પી.એસ. કેસ શોધી કાઢવા, વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) કેસનો ભંડાફોડ કરવા તેમજ ફ્રોડમાં ગયેલી રકમ અરજદારને પરત અપાવવા જેવી ઉત્તમ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહન આપવા સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રસંશાપત્રથી સન્માનિત થયેલ પોલીસ કર્મચારીઓમાં ઉપેન્દ્રસિંહ વાઘુભા જાડેજા, વિરેન્દ્રસિંહ દશરથસિંહ પરમાર, રવિન્દ્રભાઇ શાંતીલાલભાઇ ચાંઉ, મોહિતભાઇ રાજેશભાઇ ગોરાણિયા, સાજનભાઇ રામશીભાઇ વરૂ અને સુરેશભાઇ કીશાભાઇ મોરીનો સમાવેશ થાય છે.પોરબંદર પોલીસે આવનારા સમયમાં વધુ અસરકારક કામગીરી કરી જિલ્લાની શાંતિ અને સુરક્ષા જાળવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    અંબાજીમાં ચૈત્રી નવરાત્રિ 19 માર્ચથી:ટ્રસ્ટ દ્વારા ઘટ સ્થાપન અને દર્શનનો નવો સમય જાહેર
    Next Article
    Sabarkantha Crime News | અફીણની જાળ બિછાવી નકલી પોલીસે ખેલ્યો આઠ લાખનો ખેલ | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment