Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈઝરાયલનો ઈરાની ઈન્ટેલિજન્સ મિનિસ્ટર પર હુમલાનો દાવો:સાયબર હુમલાના આરોપી, અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો હતો; ગઈકાલે સિક્યોરિટી ચીફ માર્યા ગયા હતા

    1 week ago

    ઈઝરાયલે ઈરાનના ઈન્ટેલિજન્સ મિનિસ્ટર (ગુપ્તચર મંત્રી) ઈસ્માઈલ ખાતિબને નિશાન બનાવ્યા છે. આ દાવો ઈઝરાયલી મીડિયાએ કર્યો છે, જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ ઓપરેશનના પરિણામોનું આકલન કરવામાં આવી રહ્યું છે. હાલમાં એ સ્પષ્ટ નથી કે હુમલામાં ઈસ્માઈલનું મોત થયું છે કે નહીં. અમેરિકાએ 2022 માં ઈસ્માઈલ પર સાયબર હુમલા અને માનવાધિકાર ઉલ્લંઘનના આરોપ લગાવીને પ્રતિબંધો લાદ્યા હતા. અમેરિકન અધિકારીઓનું કહેવું હતું કે ઈસ્માઈલ ઈરાનની ગુપ્તચર ગતિવિધિઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને અનેક વિવાદાસ્પદ ઓપરેશનો સાથે જોડાયેલા રહ્યા છે. આ પહેલા ઈઝરાયલે મંગળવારે ઈરાનના સુરક્ષા અધિકારી અલી લારીજાની અને બસીજ કમાન્ડર ગુલામરેજા સુલ્તાનીને નિશાન બનાવ્યા હતા, જેમાં બંને અધિકારીઓના મોત થયા હતા. ભારતીય ઓઈલ ટેન્કર 'જગ લાડકી' ગુજરાતના મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટ્સ પર પહોંચી ગયું છે. આ જહાજ UAE ના ફુજૈરાહ બંદરથી હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરીને આવ્યું છે. તેમાં 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ છે. અમેરિકાએ ઈરાની સૈન્ય ઠેકાણા પર 2200 કિલોનો બોમ્બ ફેંક્યો ઈરાને ઈઝરાયલની રાજધાની તેલ અવીવ સહિત 100થી વધુ જગ્યાઓ પર મંગળવારે રાત્રે મિસાઈલ હુમલો કર્યો. ઈરાનનું કહેવું છે કે આ હુમલો લારીજાની, તેમના પુત્ર અને બસીજ ફોર્સના કમાન્ડર ગુલામરેઝા સુલેમાનીના મૃત્યુનો બદલો છે. આ દરમિયાન અમેરિકાએ પણ મોટી કાર્યવાહી કરી છે. અમેરિકી સેનાએ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાના પ્રયાસમાં સમુદ્ર કિનારે બનેલા ઈરાની મિસાઈલ ઠેકાણાઓ પર લગભગ 2200 કિલો વજનનો ખતરનાક બોમ્બ ફેંક્યો, જે જમીનની અંદર બનેલા ઠેકાણાઓને પણ તબાહ કરી દે છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    This Rs 39,999 robot cleaner finally solves the biggest headache of Indian homes—and it even cleans its own mop
    Next Article
    અમદાવાદના કાલુપુર રેવડી બજારની 30થી વધુ દુકાનોમાં આગ:ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે, ધૂમાડાના ગોટેગોટા ને અફરાતફરીનો માહોલ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment