Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કમલેશ્વર ડેમ પાસે બે સિંહણોનો એક વિરલ નજારો:વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરે અદભૂત ક્ષણો કેમેરામાં કંડારી, ગીર જંગલ એશિયાટિક સિંહો અને કુદરતી સૌંદર્ય માટે વિશ્વ વિખ્યાત

    1 week ago

    ગીર જંગલમાં આવેલા કમલેશ્વર ડેમના કાંઠે બે સિંહણો દેખાઈ હતી. વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ડો. કરીમ કડીવારે આ અદભૂત દ્રશ્યને પોતાના કેમેરામાં કેદ કર્યું હતું. આ ઘટનાથી ત્યાં હાજર પ્રવાસીઓ પણ રોમાંચિત થયા હતા. ડો. કરીમ કડીવાર ગીર જંગલના કમલેશ્વર ડેમ રૂટ પર ફોટોગ્રાફી કરી રહ્યા હતા, ત્યારે તેમને ડેમના કાંઠે બે સિંહણો જોવા મળી હતી. આ સિંહણોમાંથી એક સિંહણ કમલેશ્વર ડેમના પાણીમાંથી તરસ છીપાવતી સ્પષ્ટપણે દેખાઈ હતી. ડો. કડીવારે સિંહણોની આ ક્ષણને પોતાના હાઈ-રિઝોલ્યુશન કેમેરામાં કેદ કરી હતી. તેમણે આ વીડિયો દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિ સાથે શેર કર્યો હતો, જેથી દિવ્ય ભાસ્કરના વાચકો પણ ગીરના આ કુદરતી નજારાનો અનુભવ કરી શકે. ગીર જંગલ તેના સિંહો અને કુદરતી સૌંદર્ય માટે દેશ-વિદેશના પ્રવાસીઓમાં લોકપ્રિય છે. જંગલમાં સિંહો સહિતના વન્યજીવોના આવા દ્રશ્યો હંમેશા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે. કમલેશ્વર ડેમ જેવા સ્થળોએ સિંહોનું દર્શન થવું એ પ્રવાસીઓ માટે યાદગાર અનુભવ બની રહે છે.
    Click here to Read More
    Previous Article
    ધારાસભ્ય હેમંત ખવાએ રસ્તાના પ્રશ્નો ઉઠાવ્યા:સરકારે 64 રસ્તાઓના રિપેરિંગને મંજૂરી આપી
    Next Article
    ખેરાલુ નજીક ઘાયલ ઊંટ મળ્યું:જીવદયા ગૃપે સારવાર આપી, વાહન ટક્કરની આશંકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment