Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્દ્ર સરકારના સંયુક્ત સચિવ કે. કે. નિરાલા દાહોદની મુલાકાતે:પ્રાકૃતિક ખેતીનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો

    1 week ago

    કેન્દ્ર સરકારના સંયુક્ત સચિવ કે. કે. નિરાલાએ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાની મુલાકાત લીધી હતી. તેમણે પીએમશ્રી શાળાઓ અને પ્રાકૃતિક ખેતીના આયામોનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે અને પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમની સાથે રહ્યા હતા. સચિવ નિરાલાએ સૌ પ્રથમ પીએમશ્રી રાધેગોવિંદ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. તેમણે શાળાના આચાર્યા સાથે શૈક્ષણિક ગુણવત્તા અને માળખાગત સુવિધાઓ અંગે ચર્ચા કરી હતી. તેમણે કોમ્પ્યુટર લેબનું નિરીક્ષણ કરી વર્ગખંડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ પણ સાધ્યો હતો. ત્યારબાદ, તેમણે નાની ખજુરી અને અંતેલા ખાતે આવેલી પીએમશ્રી GLRS (ગર્લ્સ લિટરેસી રેસીડેન્શિયલ સ્કૂલ) ની મુલાકાત લીધી હતી. અહીં વિદ્યાર્થીનીઓએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. સચિવ અને કલેક્ટરે શાળાના ભોજનકક્ષ, મ્યુઝિક રૂમ, લાયબ્રેરી, સાયન્સ લેબ અને ફિઝિકલ લેબની તપાસ કરી હતી. તેમણે વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની નોંધ લીધી અને શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું. શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત બાદ સચિવ નિરાલાએ ખેતીવાડી ક્ષેત્રે થઈ રહેલા બદલાવની સમીક્ષા કરી હતી. તેમણે અંતેલા ગામના પ્રગતિશીલ ખેડૂત ભરત પટેલના ખેતરની મુલાકાત લીધી. અહીં તેમણે વિવિધ શાકભાજી અને ફળોની ખેતી વિશે વિગતો મેળવી હતી. ખેતીવાડી તેમજ આત્મા પ્રોજેક્ટ હેઠળ મળતી સહાય અને ટ્રેક્ટર જેવા સાધનોનું પણ નિરીક્ષણ કર્યું. વિશેષ કરીને, પ્રાકૃતિક ખેતીમાં રોલ મોડેલ બનેલા પર્વત પટેલના ફાર્મની મુલાકાત દરમિયાન નિરાલાએ ખેતીની પ્રક્રિયા અને તેના ફાયદાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે, દેવગઢ બારીયાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. આ મુલાકાત દરમિયાન જિલ્લા ખેતીવાડી અધિકારી પથિક દવે, જિલ્લા શિક્ષણાધિકારી એસ. એલ. દામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આરત બારીયા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર પટેલ તેમજ સ્થાનિક પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    'ચૂંટણીમાં ભલે અમે હારી ગયા, પણ રાજ તો અમારું જ':પાદરાના ઉમરાયા ગામે ચૂંટણીની અદાવતમાં લોહિયાળ જંગ, વર્તમાન સરપંચ અને તેમના પરિવાર પર જીવલેણ હુમલો
    Next Article
    ભોજનાલય દ્વારા ગેસની બચત માટે પ્રશંસનીય પહેલ:યાત્રાધામ બહુચરાજી મંદિરના ભોજનાલયમાં ગેસની અછતને પગલે ચૂલા પર રસોઈ શરૂ, રોજની 3 બોટલની બચત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment