Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આર.સી. કોલેજમાં 'ટ્રેડિશનલ ડ્રેસ ડે'ની ઉજવણી:વિદ્યાર્થીઓ વિવિધ રાજ્યોના પરંપરાગત પોશાકમાં સજ્જ થયા

    1 week ago

    આર.સી. કોલેજ ઓફ કોમર્સ ખાતે 'ટ્રેડિશનલ ડ્રેસ ડે'ની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી વિદ્યાર્થી પ્રતિનિધિ સભા દ્વારા કોલેજ કેમ્પસમાં ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ભારતીય પરંપરા, સંસ્કૃતિ અને પરંપરાગત પોશાકનું મહત્વ સમજાવવાનો હતો. આધુનિક યુગમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ લાવવા માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ બન્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ અને કેરળ જેવા વિવિધ રાજ્યોના પરંપરાગત પોશાક ધારણ કર્યા હતા. છોકરીઓ સાડી, ચણિયાચોળી, પંજાબી સૂટ જેવી વેશભૂષામાં સજ્જ હતી, જ્યારે છોકરાઓ કુર્તા-પાયજામા, કેડીયું-ધોતિયું અને રાજસ્થાની પોશાકમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વેશભૂષાની હરીફાઈનું આયોજન થયું હતું. જેમાં વિદ્યાર્થીઓએ પોતાના પોશાકને અનુરૂપ તે રાજ્યની વિશેષતાઓ દર્શાવતા નૃત્યો અને પ્રસ્તુતિઓ આપી હતી. નિષ્ણાતોના નિર્ણયના આધારે ચાર છોકરીઓ અને ત્રણ છોકરાઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉજવણીમાં વિદ્યાર્થીઓએ ગરબા, વિવિધ નૃત્યો અને કેટવોક જેવી પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.વિદ્યાર્થી પ્રતિનિધિ સભાના અધ્યક્ષ પ્રા. ડૉ. પરિમલ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓની આંતરિક પ્રતિભાઓ બહાર આવે છે અને તેઓ વિવિધ રાજ્યોની સંસ્કૃતિ તથા પરંપરાઓ વિશે જાણવાની તક મેળવે છે. આ પ્રવૃત્તિઓ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની લાગણી જગાવે છે અને અનેકતામાં એકતાનો સંદેશ મજબૂત બનાવે છે. કોલેજના આચાર્ય ડૉ. સાગર દવેએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ માત્ર પાઠ્યપુસ્તકના શિક્ષણ પૂરતા મર્યાદિત ન રહે, પરંતુ બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા પણ આસપાસની દુનિયા વિશે જાણકારી મેળવી શકે તે માટે કોલેજમાં સમયાંતરે વિવિધ થીમ આધારિત દિવસોની ઉજવણી કરવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના પ્રા. ચિંતન દવે અને પ્રા. ભારત ભાટીએ વિદ્યાર્થીઓને સક્રિય ભાગ લેવા પ્રોત્સાહન આપ્યું હતું. 'ટ્રેડિશનલ ડ્રેસ ડે'ની ઉજવણી દરમિયાન કોલેજના અધ્યાપકવર્ગે પણ પરંપરાગત પોશાક ધારણ કરી ઉપસ્થિતિ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ભારે તાપને લઈને સિવિલ હોસ્પિટલ સજજ:રાજકોટમાં હિટસ્ટ્રોકનાં દર્દીઓ માટે 20 બેડનો ખાસ વોર્ડ ઉભો કરાયો, 5 અનુભવી તબીબો તેમજ નર્સિંગ સ્ટાફ ખડેપગે રહેશે
    Next Article
    જામનગરનો ભુજિયો કોઠો કાલથી પ્રવાસીઓ માટે ખુલ્લો:174 વર્ષ જૂની ઐતિહાસિક ઇમારતનું રેસ્ટોરેશન પૂર્ણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment