Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુમકુમ મંદિરે નિઃશુલ્ક દિવ્યાંગ સહાય કેમ્પ યોજાયો:સાધન સહાય સાથે પરામર્શન કરી દિવ્યાંગોને પ્રોત્સાહિત કરાયા

    1 week ago

    મણિનગર સ્થિત સ્વામિનારાયણ મંદિર કુમકુમ ખાતે ભારત વિકાસ પરિષદ - પાલડીના સહયોગથી નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અનેક દિવ્યાંગોએ લાભ લીધો હતો, જ્યાં તેમને સાધન સહાય પૂરી પાડવામાં આવી હતી અને પ્રોત્સાહિત કરવા માટે પરામર્શન પણ યોજાયું હતું. કેમ્પ દરમિયાન, દિવ્યાંગોને ઘોડી અને સ્ટીકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કૃત્રિમ હાથ, કૃત્રિમ પગ, વ્હીલચેર અને કેલીપર્સની જરૂરિયાત ધરાવતા દિવ્યાંગોના માપ લેવામાં આવ્યા હતા. આ સાધનોનું વિતરણ 29 માર્ચ, રવિવારના રોજ સવારે 10 વાગે સ્વામિનારાયણ મંદિર કુમકુમ, મણિનગર ખાતે કરવામાં આવશે. આ કેમ્પ પ્રસંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ દિવ્યાંગો સાથે પરામર્શ કર્યો હતો. તેમણે દિવ્યાંગોના જીવનના પ્રસંગો સાંભળ્યા અને તેમને પ્રોત્સાહિત કર્યા.સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, "વિકલાંગતા એ શ્રાપ નથી, પરંતુ કુદરતે આપેલી એક અલગ ક્ષમતા છે." તેમણે ઉમેર્યું કે, "મર્યાદા શરીરની હોય છે, મનની નહીં. આ મંત્ર સાથે જીવવાથી જીવનના અનેક પડકારો સામે લડી શકાય છે." તેમણે દિવ્યાંગોને શરીરમાં રહેલી ખોટને બદલે ભગવાને આપેલી વિશિષ્ટ શક્તિને ઓળખી તેનો ઉપયોગ કરવા પ્રેરણા આપી. તેમણે દિવ્યાંગોને ક્યારેય હિંમત ન હારવા અને સ્વામિનારાયણ ભગવાન પર શ્રદ્ધા રાખવા જણાવ્યું, જેથી મુશ્કેલીઓમાં માર્ગદર્શન મળી રહે. સાધુ પ્રેમવત્સલદાસજીએ કહ્યું કે, "અમે પણ તમારી સાથે ઊભા છીએ અને સાથે મળીને તકલીફોનો સામનો કરીશું." તેમણે દિવ્યાંગોની અત્યાર સુધીની મુશ્કેલીઓ સામે લડવાની ભાવનાને બિરદાવી અને તેમને વંદનને પાત્ર ગણાવ્યા.કેમ્પના અંતે, દિવ્યાંગોને મંદિરમાં ભોજન કરાવવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ - પાલડી દ્વારા સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા અને આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગિરનાર પર અંબાજી મંદિરની પવિત્રતાને ખંડિત કરનારાઓ સામે ફરિયાદ:દારૂ-નોનવેજની પાર્ટી અને દાનચોરી મામલે 11 સામે અંતે ગુનો નોંધાયો, મહંતની નિમણૂક પ્રક્રિયા નવેસરથી કરાશે
    Next Article
    એક કચોરી દો સમોસા ;સરકાર તેરા ક્યા ભરોસા:રાજકોટની 360 સહિત રાજ્યની 53000 આંગણવાડીની 1.06 લાખ બહેનો કામથી અળગા, પગાર વધારા - મોબાઈલની માંગણીને લઈ વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment