Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નરોડા કોલેજમાં રાષ્ટ્રીય લેખનકલા કાર્યશાળા સંપન્ન:એ.પી. પટેલ કોલેજ અને સાહિત્ય અકાદમીના સહયોગથી આયોજન

    11 hours ago

    અમદાવાદના નરોડા સ્થિત એ.પી. પટેલ આર્ટ્સ તથા એમ.પી. પટેલ કોમર્સ કોલેજ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સહયોગથી આયોજિત "ભારતીય લેખનકલા અને હસ્તપ્રતવિદ્યા" વિષયક સાત દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું 16 માર્ચ, 2026ના રોજ સમાપન થયું. આ કાર્યશાળા 10 થી 16 માર્ચ, 2026 દરમિયાન યોજાઈ હતી. કોલેજનો સંસ્કૃત વિભાગ છેલ્લા 17 વર્ષથી આ કાર્યશાળાનું આયોજન કરતો આવ્યો છે. સમાપન સત્રના મુખ્ય વક્તા તરીકે ડૉ. રામજીભાઈ સાવલિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં હસ્તપ્રતવિદ્યા અને લિપિ જ્ઞાનના મહત્વ વિશે સમજાવ્યું હતું.કોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ પ્રજાપતિએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યશાળાના સંયોજિકા ડૉ. મંજુલા વીરડિયાએ લિપિ વિદ્યાના વર્તમાન મહત્વ અને જ્ઞાન ભારત પરિયોજના વિશે વાત કરી હતી. કાર્યશાળામાં જોડાયેલા મુકેશભાઈ ઓઝા, શરદભાઈ દરજી, મીનાક્ષીબેન ઠાકર, લિયોના અને મીનાબેન સહિતના પ્રતિભાગીઓએ પોતાના સાત દિવસના અનુભવો અને પ્રતિભાવો રજૂ કર્યા હતા.સત્રના અધ્યક્ષ અને પી.કે. પટેલ વિદ્યા સંકુલના ડાયરેક્ટર ડૉ. રમેશભાઈ ચૌધરીએ કાર્યશાળાની સફળતાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે કેળવણી મંડળ ભવિષ્યમાં પણ આવા ઉત્તમ કાર્યો માટે પ્લેટફોર્મ પૂરું પાડશે અને સૌને આવા કાર્યોમાં જોડાવા આહ્વાન કર્યું હતું. મહેમાનોના હસ્તે પ્રતિભાગીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ગોવિંદભાઈ ચૌધરીએ સત્રનું સુચારુ સંચાલન કર્યું હતું. આ કાર્યશાળામાં કોલેજના અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને દેશના વિવિધ રાજ્યોમાંથી ઓનલાઈન તથા ઓફલાઈન કુલ ૧૫૦ પ્રતિભાગીઓ જોડાયા હતા, જેમણે કાર્યશાળાને સફળ બનાવી હતી. રાષ્ટ્રગાન સાથે કાર્યશાળાનું સમાપન કરવામાં આવ્યું.
    Click here to Read More
    Previous Article
    ઈરાને મોસાદના જાસૂસને ફાંસી આપી:સંવેદનશીલ વિસ્તારોની તસવીરો મોકલી હતી; ઈઝરાયલના અનેક શહેરો પર મિસાઈલ હુમલો
    Next Article
    ગઢડા નગરપાલિકાનું 58 કરોડથી વધુનું બજેટ મંજૂર:પ્રમુખ કિશોર ખાચરના અધ્યક્ષસ્થાને સર્વાનુમતે બજેટને મંજૂરી મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment