Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીપલોદમાં વૃદ્ધને બાઇક ચાલકે ટક્કર મારી:માથામાં ગંભીર ઈજા, ગોધરા સિવિલમાં સારવાર હેઠળ

    6 days ago

    પીપલોદ પંથકમાં માર્ગ અકસ્માતની એક ઘટના સામે આવી છે. રોડ ક્રોસ કરી રહેલા એક વૃદ્ધને પૂરપાટ ઝડપે આવી રહેલા બાઇક ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, અસાયડી ગામે રહેતા ભેમાભાઈ પટેલ કરિયાણાનો સામાન લેવા માટે ઘરેથી નીકળ્યા હતા. તેઓ જ્યારે પીપલોદના ઘાટી ફળિયા નજીકથી પસાર થઈ રહ્યા હતા અને રોડ ક્રોસ કરી રહ્યા હતા, તે દરમિયાન પૂર ઝડપે આવતા એક બાઇક ચાલકે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ભેમાભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ફસડાઈ પડ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ડાંગમાં હવામાન બદલાયું:20-21 માર્ચે હળવા વરસાદની આગાહી, ખેડૂતોને સાવચેતી રાખવા અપીલ
    Next Article
    JNVST Class 6th Result 2026 Declared: Selection list at navodaya.gov.in

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment