Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતો ચિંતિંત:દાહોદમાં ટેકાના ભાવ કરતા માર્કેટમાં ઘઉંના ભાવ ઓછા

    12 hours ago

    દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ચાલુ વર્ષે ઘઉંની સિઝન દરમિયાન ખેડૂતો માટે અત્યંત ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત એવી ઘટના બની છે કે માર્કેટ યાર્ડમાં ઘઉંના ભાવ સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલા ટેકાના ભાવ કરતા પણ નીચે જોવા મળી રહ્યા છે. સરકાર દ્વારા વર્ષ 2026 માટે ઘઉંનો ટેકાનો ભાવ 2425 રૂા. પ્રતિ ક્વિ. જાહેર કરવામાં આવ્યો છે. જેની સામે દાહોદ યાર્ડમાં સરેરાશ ભાવ 2355 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે.ગત વર્ષ 2025 ની સરખામણીએ આ વર્ષે ઘઉંના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 300 થી 500 રૂપિયાનો જંગી ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને લોકવન જાતના ઘઉંની આવકમાં પણ ગત વર્ષ કરતા ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2025 માં માર્ચ મહિનાના પ્રથમ પખવાડિયામાં લોકવન ઘઉંની કુલ આવક 36032 ક્વિન્ટલ નોંધાઈ હતી, જેની સામે ચાલુ વર્ષ 2026 માં સમાન સમયગાળા દરમિયાન આવક ઘટીને 34396 ક્વિન્ટલ આસપાસ રહી છે. વિવિધ જાતોના ભાવનું વિશ્લેષણ કરીએ તો સોનાલીકા ઘઉંના સરેરાશ ભાવ ગત વર્ષે 2655 રૂપિયા હતા, જે ચાલુ વર્ષે ઘટીને 2312 રૂપિયા થઈ ગયા છે. એટલે કે સોનાલીકામાં પ્રતિ ક્વિન્ટલ 343 રૂપિયાનો ઘટાડો થયો છે. તેવી જ રીતે ઘઉં 147 નો સરેરાશ ભાવ ગત વર્ષના 2831 રૂપિયાની સામે આ વર્ષે માત્ર 2467 રૂા. નોંધાયો છે, જેમાં 364 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. લોકવન ઘઉં જે ગત વર્ષે સરેરાશ 2787 રૂા.ના ભાવે વેચાતા હતા, તેના ભાવ પણ ચાલુ વર્ષે 311 રૂા. ગગડીને 2476 રૂા. સુધી આવી ગયા છે. સૌથી વધુ ચિંતાની વાત એ છે કે સોનાલીકા જેવી જાતનો નીચો ભાવ તો 2240 રૂપિયા સુધી પણ પહોંચી ગયો હતો. સરકારના ટેકાના ભાવ 2425 રૂપિયા હોવા છતાં માર્કેટમાં સરેરાશ 2355 રૂપિયા જેવા નીચા ભાવ મળતા હોવાથી જિલ્લાના ખેડૂતોમાં ભારે મુંઝવણ જોવા મળી રહી છે. ઘઉં નોંધણીની મુદત 27 માર્ચ સુધી લંબાઈ રવિ માર્કેટીંગ સીઝન 2026-27 અંતર્ગત ટેકાના ભાવે ઘઉં વેચવા માટેની નોંધણી માટેનો સમયગાળો અગાઉ તા.1 ફેબ્રુ.થી 1 માર્ચ સુધી નિર્ધારિત કરાયો હતો. પરંતુ ખેડૂતો તરફથી સમય વધારા માટે રજુઆતો પ્રાપ્ત થતા વધુમાં વધુ ખેડૂતો નોંધણી કરી શકે અને લઘુત્તમ ટેકાના ભાવનો લાભ મેળવી શકે તે હેતુસર સરકાર દ્વારા નોંધણીની મુદત વધારવાનો નિર્ણય લેવાયો છે. હવે નવી મુદત મુજબ નોંધણી તા. 13 થી 27 માર્ચ સુધી ચાલુ રહેશે. ઘઉની ઓછી આવક જોવા મળી રહી છે આ વખતે ઘઉની ઓછી આવક જોવા મળી રહી છે. પાક ઓછો થયાનું લાગી રહ્યુ છે. વધારે પડતાં ભેજથી પાકનો ઉતારો બરોબર આવ્યો નથી. ઘઉ અને ચણા બંનેમાં હાલમાં એમએસપીના ભાવ કરતાં માર્કેટમાં ઓછા ભાવ છે. ઇકબાલભાઇ ખરોદાવાલા, અગ્રણી વેપારી, એપીએમસી
    Click here to Read More
    Previous Article
    આસામ કોંગ્રેસ સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું:પુત્રને પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યો છે; ટિકિટ ન મળતા TMC કાર્યકરોનો વિરોધ
    Next Article
    Dhurandhar 2 Movie Release LIVE Updates: Ranveer Singh film earns Rs 162 cr in advance booking, to be 6 minutes shorter in India

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment