Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાયબ આરોગ્ય અધિકારી ડૉ. અજીત ભટ્ટનું સસ્પેન્શન રદ:સેન્ટ્રલ ઝોનમાંથી હટાવીને સાઉથ ઝોન-બીમા મુકાયા, કમિશનરની સરપ્રાઈઝ વિઝિટમાં ગેરહાજર રહ્યા'તા

    16 hours ago

    સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા નાયબ આરોગ્ય અધિકારી ડૉ. અજીત ભટ્ટને આખરે ફરજ પર પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા છે. કમિશનર એમ. નાગરાજનના સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ગેરહાજર રહેવા બદલ સસ્પેન્ડ થયેલા ડૉ. ભટ્ટને હવે સેન્ટ્રલ ઝોનમાંથી હટાવીને સાઉથ ઝોન-બી (સચિન કનકપુર) ખાતે ખાલી પડેલી જગ્યા પર નિયુક્ત કરવામાં આવ્યા છે. કમિશનરે સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો જ્યારે સુરત મનપા કમિશનર એમ. નાગરાજન શહેરના ભાગળ વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ માટે પહોંચ્યા હતાં. તે સમયે સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડૉ. અજીત ભટ્ટને હાજર રહેવા માટે જણાવ્યું હતું પરંતુ તેઓ ફરજ પર ગેરહાજર જણાયા હતાં. શિસ્તબદ્ધ વહીવટના આગ્રહી કમિશનરે આ ગંભીર બેદરકારીને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. આ સસ્પેન્શનના પગલે મનપાના આરોગ્ય વિભાગમાં સોંપો પડી ગયો હતો અને ઉચ્ચ અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો હતો. સમીક્ષા સમિતિનો નિર્ણય, નોકરીમાં પુનઃ સ્થાપિત કરવાની ભલામણ મનપા દ્વારા ફરજ મોકૂફી હેઠળ મુકાયેલા અધિકારીઓના કેસોની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિની બેઠક તારીખ 11 માર્ચ, 2026ના રોજ મળી હતી. જેમાં ડૉ. અજીત ભટ્ટના કેસની સમીક્ષા કરવામાં આવી અને તેમને શરતી રીતે નોકરીમાં પુનઃ સ્થાપિત કરવાની ભલામણ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી બાદ, 17 માર્ચ 2026ના રોજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા સત્તાવાર હુકમ જાહેર કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ ઝોનમાંથી હટાવીને સાઉથ ઝોન-બીમાં મુકાયા હુકમમાં જણાવ્યા અનુસાર, ડૉ. અજીત ભટ્ટને સેન્ટ્રલ ઝોનને બદલે હવે સાઉથ ઝોન-બી (સચિન કનકપુર) ખાતે નાયબ આરોગ્ય અધિકારીની ખાલી જગ્યા પર બદલી સાથે મુકવામાં આવ્યા છે. જોકે, આ પુનઃ સ્થાપના કેટલીક મહત્વની શરતોને આધીન છે જેમાં સસ્પેન્શનના સમયગાળા દરમિયાન તેઓ જે પગાર ધોરણમાં પગાર મેળવતા હતા, તે જ ધોરણ મુજબ તેમને હાલ પગાર ચૂકવવામાં આવશે. સેન્ટ્રલ ઝોનની જવાબદારી અમિત પટેલને સોંપાઈ ડૉ. અજીત ભટ્ટની બદલી થતા, સેન્ટ્રલ ઝોનની જવાબદારી હવે ડૉ. અમીતકુમાર ચંપકલાલ પટેલને સોંપવામાં આવી છે. ડૉ. પટેલ હાલ સાઉથ ઝોન-બી (સચિન કનકપુર) ખાતે ફરજ બજાવતા હતા, પરંતુ હવે તેઓ સેન્ટ્રલ ઝોન ખાતે નાયબ આરોગ્ય અધિકારી તરીકેની જવાબદારી સંભાળશે.
    Click here to Read More
    Previous Article
    મુળીમાં રેતીની આડમાં 40 લાખનો દારૂ ઝડપાયો:ડમ્પર અને સ્વિફ્ટ કાર સહિત 61 લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપીઓ પકડાયા
    Next Article
    Governor Acharya Devvrat Banaskantha Visit | રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બનાસકાંઠાના પ્રવાસે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment