Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ મોટાપોંઢામાં એસિડ પી જનાર સગીરાનું સારવાર દરમિયાન મોત:ગામના જ યુવકની પજવણીથી એસિડ પીધું હતું, પોલીસ ફરિયાદ નોંધાઈ

    11 hours ago

    વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના મોટાપોંઢા ગામમાં એક 17 વર્ષીય સગીરાએ યુવકની પજવણીથી કંટાળી પોતાના ઘરમાં એસિડ પી આપઘાત કર્યો હતો. 15 માર્ચના રોજ બનેલી આ ઘટનામાં સગીરાનું મોત નીપજ્યું હતું. નાનાપોંઢા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, મોટાપોંઢા ગામના ગામતળ ફળિયામાં રહેતી 17 વર્ષ અને 9 માસની સગીરાને ગામમાં સોના-ચાંદીની દુકાન ચલાવતો મૂળ રાજસ્થાનનો ખુશાલ દયારામ માલી નામનો યુવક છેલ્લા કેટલાક સમયથી પરેશાન કરતો હતો. આરોપી યુવકે સગીરાને ગુપ્ત રીતે મોબાઈલ ફોન અને સિમકાર્ડ આપી તેની સાથે પ્રેમ સંબંધ રાખવા દબાણ કર્યું હતું. ગત 15 માર્ચના રોજ સગીરાએ એસિડ પી લેતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સગીરાના મૃત્યુ બાદ ઘરની તપાસ કરતા તેના પલંગ નીચેથી એક ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં સગીરાએ લખ્યું હતું કે, "આ છોકરો મને બ્લેકમેલ કરતો હતો અને મને જીવવા દેતો ન હતો." સગીરાના પિતા સાવલારામ માલીએ આ અંગે નાનાપોંઢા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, આરોપી ખુશાલ માલીએ સગીરાને લલચાવી-ફોસલાવી મોબાઈલ આપી તેની સાથે પ્રેમ સંબંધ રાખવા વારંવાર દબાણ કરીને માનસિક ત્રાસ આપ્યો હતો, જેના કારણે સગીરાએ આ અંતિમ પગલું ભર્યું હતું. નાનાપોંઢા પોલીસે બી.એન.એસ. (B.N.S.S.) કલમ 107 હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર ભીમશી રાજસીભાઈ બેરા આ કેસની તપાસ ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    અક્ષય કુમારે 'મુંબઈ ક્લીન લીગ' પહેલ શરૂ કરી:શહેરને સ્વચ્છ રાખવાના BMCના પ્રયાસોમાં લોકોને જોડાવા અપીલ કરી; ટૂંક સમયમાં 'ભૂત બંગલા'માં જોવા મળશે
    Next Article
    ગીર સોમનાથ જિલ્લામાં PGVCLની મેગા ડ્રાઇવમાં 88.41 લાખની વસુલાત:7 સબ ડિવિઝનમાં 94 ટીમોએ 458 કનેક્શન કાપ્યા, 1156 ગ્રાહકોએ બાકી બિલ ભર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment