Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમિકાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું:વાંકાનેરમાં રહેતા પરિવારને ફોન કરી કહ્યું- 'તમારી દીકરી મરી ગઈ છે'; પ્રેમી સામે બેદરકારી દાખવા બદલ ફરિયાદ દાખલ

    1 day ago

    રાજકોટ શહેર નજીક કુવાડવાના રફાળા ગામે સરપંચની વાડીની ઓરડીમાંથી પરપ્રાંતિય યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી, જેમાં મૃતક યુવતી 12 દિવસ પહેલા વાંકાનેરના તીથવા ગામેથી પ્રેમી સાથે ભાગી ગઈ હતી. બાદમાં પ્રેમીએ યુવતીના પરિવારજનોને ફોન કરી 'તમારી દીકરી મરી ગઈ છે' તેમ કહેતા પરિવારજનો દોડી આવ્યા હતાં. દરમિયાન યુવતી લાશ ઓરડીમાંથી મળી આવી હતી, જેને હોસ્પિટલ ખસેડતા તબીબો દ્વારા ઝેર પીધાની શંકા વ્યક્ત કરવામાં આવતાં મોતનું ચોક્કસ કારણ જાણવા કુવાડવા પોલીસે મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી પ્રેમી વિરુદ્ધ બેદરકારી દાખવી મોત નિપજાવવા અંગે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી ફરિયાદી જોગાભાઇ દીતીયાભાઇ ભુરીયા (ઉ.વ.47)એ જણાવ્યું હતું કે, હું ખેતી કામની મજુરી કામ કરી મારા પરીવારનુ ગુજરાન ચલાવુ છુ. મારે સંતાનમાં એક દીકરી તથા ત્રણ દીકરા છે. સૌથી મોટી દીકરી શરમાબેન ઉર્ફે શારમતી છે. ગઇ તા. 3 માર્ચ 2026ના રોજ બપોરના આશરે ત્રણેક વાગ્યે મારી દીકરી ગાયબ હતી, જેથી મેં તથા મારી પત્ની નુરાબેન તથા મારા દીકરાઓએ અમારી વાડીમાં તપાસ કરતા દીકરી મળી ન આવતા વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે ગયા, જ્યાં પોલીસ અધિકારીએ મારી દીકરીના જન્મ તારીખનો દાખલો કે આધાર પુરાવા માંગ્યા હતા, પરંતુ મારી પાસે કોઇ આધાર પુરાવા ન હોવાથી પોલીસે આધાર પુરાવા આપો પછી કાર્યવાહી કરીશ તેમ જણાવ્યું હતું. વતને જઈ તપાસ કરતા દીકરી મળી નહોતી ત્યારબાદ તા. 5 માર્ચ 2026ના રોજ મને બુસા દુલા રાઠોડએ ફોન કરી તમારી દીકરી શરમા મારી સાથે છે તેમ કહી મને શરમા સાથે વાત કરાવી હતી. ત્યારબાદ તેને પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. આ પછી તા. 7 માર્ચ 2026ના રોજ હુ મારી દીકરીના જન્મના આધારા પુરાવા માટે મારા વતન ખાતે ગયો હતો અને ત્યાથી હું આ બુસા દુલા રાઠોડની તપાસ કરવા માટે ગયો હતો, ત્યાં ગામના સરપંચને મળ્યો, પરંતુ મારી દીકરી શરમા કે બુસા વતનમાં આવ્યા ન હોવાનું જણાવ્યું હતું. પ્રેમીએ ફોન કરી કહ્યું કે શરમાએ દવા પી લીધી છે તા. 16 માર્ચ 2026ના રોજ હું મારા ઘરે હતો, ત્યારે સવારના આશરે 7 વાગ્યે મારા ભાઇનો દીકરો સુનીલ રૂબરૂ આવી જણાવ્યું કે, બુસાએ મને ફોન કર્યો હતો અને મને કહ્યું કે, શરમાએ રાત્રિના 12 વાગ્યે દવા પી લીધી છે, જેથી મેં કહ્યું કે, તું નજીકના દવાખાને લઇ જા નહીંતર તે મરી જાશે તેમ કહેતા તેણે ફોન કાપી નાંખ્યો હતો અને ફરી પાછો ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવતો હતો, જેથી મારા કૌટુંબિક જમાઇ કમલભાઇ રાજકોટ નજીકમાં રહેતા હોય જેથી તેમને જાણ કરી હતી અને આ કમલભાઇ ત્યાં બનાવવાળી જગ્યાએ ગયા હતા અને તેણે મને જણાવ્યું કે, રફાળા ગામ સુરેશભાઈ સેલડીયાની વાડીએ તમારી દીકરી શરમાનું મોત થયું છે અને આ બુસો અહીંથી ભાગી ગયો છે. પોલીસ પણ આવી ગઈ છે અને તેની લાશ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરવા માટે લઇ જાય છે. પોલીસે બુસા રાઠોડ સામે ગુનો દાખલ કર્યો આ પછી અમે બધા રાજકોટ હોસ્પિટલ પહોંચ્યા હતા ફરજ પરના ડોક્ટરએ જણાવ્યું કે, મારી દીકરી શરમાનુ મોત 18થી 36 કલાક દરમિયાન ઝેરી દવા પી જવાના કારણે મોત થયું છે. મારી દીકરી શરમાબેન ઉર્ફે શારમતી ભુરીયા ગઇ તા. 16 માર્ચ 2026ના રોજ સવારના 7 વાગ્યા પહેલા કોઇપણ સમયે ઝેરી દવા પી ગઈ હોવાનું જાણવા છતા મારી દીકરીને દવાખાને નહીં પહોંચાડતા મારી દીકરીનું મોત થયું છે, જેથી પોલીસે બુસા દુલાભાઇ રાઠોડ વિરુધ્ધ બેદરકારી દાખવા બદલ BNS કલમ 106(1) મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ઇનોવા કારમાંથી ₹2.50 લાખનો દારૂ ઝડપાયો:એક મહિલાની ધરપકડ, ચાલક ફરાર; ખોટી નંબર પ્લેટનો ઉપયોગ
    Next Article
    Vaibhav Sooryavanshi Calls Dhurandhar His Favourite. Internet Gives '18+' Reminder

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment