Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમ, સંગીત અને ડ્રામાનો ધમાકેદાર ડોઝ:'વાંકી ચૂકી લવ સ્ટોરી'નું ટીઝર રિલીઝ, ધર્મેશ વ્યાસ, પૂજા જોષી સહિતાના કલાકારોની મસમોટી ફોજ

    16 hours ago

    ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અવનવા પ્રયોગો અને ભવ્ય ફિલ્મો આપવા માટે જાણીતા ડિરેક્ટર ધ્વનિ ગૌતમ ફરી એકવાર દર્શકોને પ્રેમની સફર પર લઈ જવા તૈયાર છે. હાલમાં જ તેમની આગામી ફિલ્મ ‘વાંકી ચૂકી લવ સ્ટોરી’નું ટીઝર સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને જોઈને લાગી રહ્યું છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે. પ્રેમનો માર્ગ સીધો નથી હોતો! ફિલ્મના મેકર્સ દ્વારા ટીઝર સાથે એક સુંદર મેસેજ પણ શેર કરવામાં આવ્યો છે. તેણે લખ્યું છે, "પ્રેમમાં હંમેશા સીધો રસ્તો નથી હોતો. તેના વળાંકો જ વાર્તાને ખાસ બનાવે છે." આ કેપ્શન પરથી જ સ્પષ્ટ થાય છે કે ફિલ્મમાં પ્રેમની સાથે સાથે જીવનના ઉતાર-ચઢાવ અને ઈમોશનલ ડ્રામા ભરપૂર પ્રમાણમાં જોવા મળશે. ફિલ્મની ખાસિયતો પર એક નજર ટીઝર જોતા લાગી રહ્યું છે કે- ફિલ્મનું શૂટિંગ ખૂબ જ મોટા પાયે અને આકર્ષક લોકેશન પર કરવામાં આવ્યું છે. આ રોમેન્ટિક વાર્તાનું લેખન પ્રેમ ગઢવી, અદિતિ વર્મા અને નિકિતા શાહ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં સંગીત ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. રાહુલ મુંજારિયા, ભાવિન ભાનુશાલી અને અઘોરી મ્યુઝિક જેવા દિગ્ગજોએ તેમાં સંગીત પીરસ્યું છે. મેઘ મહેતા, બંસરી મૈસુરિયા અને આમિર મીર જેવા ગાયકોના અવાજમાં રોમેન્ટિક ગીતો સાંભળવા મળશે, જ્યારે ક્રુઝ અને હાર્ડ.ડી જેવા રેપર્સ ફિલ્મમાં એનર્જી ઉમેરશે. પ્રોડ્યુસર્સ નીતિન ભાનુસાલી તથા વૈશાલી ભાનુસાલીએ નિતિસાલી પ્રોડક્શન હેઠળ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. કલાકારોની મસમોટી ફોજ ફિલ્મમાં મુખ્ય કલાકારોની સાથે ગુજરાતી સિનેમાના કલાકારોની લાંબી યાદી જોવા મળે છે. જેમાં ધર્મેશ વ્યાસ, પૂજા જોષી, શેખર શુક્લ, ચેતન દૈયા, હેમાંગ દવે, અને મિલોની ઝોન્સા જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    શાહરુખ ખાન ફરી બનશે 'કિંગ ઓફ રોમાન્સ':એક્શન ફિલ્મો બાદ બિગ બજેટ વિન્ટેજ લવસ્ટોરી કરશે, DDLJ જેવો જાદુ ફરી જોવા મળશે
    Next Article
    Editor's View : યુદ્ધની ચપેટમાં દુબઈ:પર્યટન ઠપ થઈ જતાં સન્નાટો, જાયન્ટ કંપનીઓએ ઉચાળા ભર્યા, રિયલ એસ્ટેટમાં પણ ઊથલપાથલ, 20 લાખ ભારતીયોના જીવ અદ્ધર

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment