Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાવરકુંડલામાં ચાલું બાઈકમાં આગ લાગી:બાઈક ચાલક સમયસર નીચે ઉતરી જતા આબાદ બચાવ થયો

    10 hours ago

    અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં એક ચાલતા બાઈકમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી. આ ઘટના સાધના સોસાયટી વિસ્તારમાં બની હતી, જ્યાં બાઈક ભડભડ સળગી ઉઠ્યું હતું. સદનસીબે, બાઈક ચાલક સમયસર નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, બાઈક ચાલક સાધના સોસાયટી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક સ્પાર્કિંગ થવા લાગ્યું. ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટના કારણે થયેલા સ્પાર્કિંગથી આગ પેટ્રોલની પાઇપ સુધી ફેલાઈ ગઈ, જેના પરિણામે બાઈકે ગણતરીની પળોમાં જ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું. આગ લાગતાની સાથે જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે પાણીની ડોલ વડે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો. ભારે જહેમત બાદ આગને નિયંત્રિત કરવામાં સફળતા મળી હતી. જોકે, આગ પર કાબૂ મેળવવામાં આવ્યો ત્યાં સુધીમાં બાઈક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. આગ લાગેલું બાઈક હોન્ડા કંપનીનું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને કારણે થોડા સમય માટે વિસ્તારમાં ભીડ એકઠી થઈ હતી અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
    Click here to Read More
    Previous Article
    હીટવેવ સામે વન્યપ્રાણીઓને રક્ષણ આપવા પ્રશાસન સજ્જ.:​સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઉનાળાની આકરી ગરમીથી વન્યજીવોને બચાવવા વોટર સ્પ્રિંકલર,આઈસ કેન્ડી અને ઓ.આર.એસ. યુક્ત પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી.
    Next Article
    Navsari Chirag Goti News | પોલીસ સકંજામાં હોવા છતાં આરોપી ચિરાગ ગોટી બિન્દાસ્ત દેખાયો | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment