Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં મેન્ગ્રુવ સંરક્ષણ વર્કશોપ યોજાયો:દરિયાકાંઠાની સુરક્ષા અને પર્યાવરણ જાળવણી પર ભાર મૂકાયો

    2 days ago

    મોરબી વન વિભાગ દ્વારા 17 માર્ચના રોજ પંચમુખી હનુમાનજી મંદિરના હૉલ ખાતે એક વિશેષ મેન્ગ્રુવ અવેરનેસ વર્કશોપ યોજાયો હતો. 'સ્વસ્થ મેન્ગ્રુવ, સમૃદ્ધ કિનારો' વિષય પર આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દરિયાકાંઠાના સંરક્ષણ અને પર્યાવરણની જાળવણી અંગે જાગૃતિ લાવવાનો હતો. આ વર્કશોપમાં મોરબીના નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર બેરવાલે મેન્ગ્રુવને 'વિશિષ્ટ વનસ્પતિ' ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે ચેરના જંગલો ખારાશવાળી જમીનમાં ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે અને તે દરિયાકાંઠા માટે 'ગ્રીન બેલ્ટ' સમાન છે. ડૉ. બેરવાલે ભારત સરકારના 'મિસ્ટી' (MISHTI - Mangrove Initiative for Shoreline Habitats Tangible Incomes) પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી. તેમણે ઉમેર્યું કે દરિયાના મોજા અને પૂર સામે કિનારાનું સંરક્ષણ કરવા તેમજ દરિયાને આગળ વધતો અટકાવવા માટે મેન્ગ્રુવનું વાવેતર અત્યંત અનિવાર્ય છે. મેન્ગ્રુવ માત્ર પર્યાવરણ જ નહીં, પરંતુ સ્થાનિક માછીમારો અને જૈવ-વિવિધતા માટે પણ સમૃદ્ધિનો સ્ત્રોત છે. આ અવસરે વૈદ્ય કિરીટસિંહ ઝાલાએ મેન્ગ્રુવના આયુર્વેદિક અને ઔષધિય મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ગીર ફાઉન્ડેશનના ભાવેશભાઈ ત્રિવેદીએ દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા યાયાવર પક્ષીઓ અને જૈવ-વિવિધતા સામેના પડકારો વિશે વાત કરી હતી, જ્યારે પ્રોફેસર ડો. કેતન મેવાડાએ મેન્ગ્રુવની વિવિધ જાતિઓ અને સરકારી યોજનાઓની ટેકનિકલ જાણકારી આપી હતી. નિષ્ણાતોએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા મેન્ગ્રુવ સંરક્ષણ અને પર્યાવરણના જતન વિશે માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમની શરૂઆતમાં મદદનીશ વન સંરક્ષક પ્રતિક નરોડિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. વર્કશોપના અંતે ઉપસ્થિત મહાનુભાવો અને પર્યાવરણ પ્રેમીઓએ પ્રકૃતિના સંવર્ધન માટે કાર્ય કરવાનો નિર્ધાર કર્યો હતો. આ વર્કશોપને સફળ બનાવવા ચેર રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર તૃપ્તિ જોશી સહિતના વનકર્મીઓએ જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    નિવૃત્ત અધિકારીઓએ રાહુલ ગાંધીને માફી માંગવા કહ્યું:પૂર્વ IPS, DGP અને સૈન્ય અધિકારીઓનો પત્ર; કહ્યું- સંસદ પરિસરમાં આચરણ નિયમો વિરુદ્ધ
    Next Article
    રાધનપુરમાં 14 વર્ષીય સગીરાનો એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ:લગ્ન કરવાના ના પાડતા પગલું ભર્યુ, સારવાર હેઠળ, આરોપી દુષ્કર્મ ગુજારી ન્યુડ તસવીર વાઈરલ કરવાની ધમકી આપતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment