Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ પેરોલ ફર્લો સ્ક્વોડે ત્રણ વોન્ટેડ આરોપીઓને ઝડપ્યા:અપહરણ, એટ્રોસિટીના ગુનામાં વર્ષોથી ફરાર હતા

    12 hours ago

    પંચમહાલ પેરોલ ફર્લો સ્ક્વોડે અપહરણ અને એટ્રોસિટી જેવા ગંભીર ગુનાઓમાં વર્ષોથી ફરાર ત્રણ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓમાં બલિરામ વિશ્વકર્માનો સમાવેશ થાય છે. તે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેડતી અને એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી પોલીસને થાપ આપી રહ્યો હતો. પેરોલ ફર્લો ટીમે બાતમીના આધારે તેને ગોધરા રેલ્વે સ્ટેશન નજીકથી પકડી પાડ્યો હતો. શૈલેષ ચીમન નાયક, જે શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં વોન્ટેડ હતો, તેને ટીમે ટેકનિકલ સોર્સની મદદથી સુરેન્દ્રનગર ખાતેથી ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત, બિપિન ખરાડી પણ શહેરા પોલીસ સ્ટેશનના જ એક અન્ય અપહરણના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો હતો. તેને પણ પેરોલ ફર્લો ટીમે સુરેન્દ્રનગર ખાતેથી પકડી પાડ્યો છે. પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ દ્વારા આ ત્રણેય આરોપીઓની અટકાયત કરીને, કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ મથકોને સોંપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ન્યૂઝીલેન્ડે બીજી T20માં સાઉથ આફ્રિકાને હરાવ્યું:6 ખેલાડીઓ 10નો આંકડો પાર કરી શક્યા નહીં, 5 મેચની સિરીઝ 1-1 થી બરાબર
    Next Article
    ગીર સોમનાથમાં ‘સફેદ ઝેર’નું કારખાનું:રોજ 6000 લીટર નકલી દૂધ ડેરીઓમાં સપ્લાય થતું, યુરિયા-પામ ઓઈલથી બનતું ઝેરી દૂધ; ડાયાબિટીસથી કેન્સર સુધીનું જોખમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment