Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તરસાલી અને વડદલાની મુસદ્દારૂપ ટીપી અંગે વાંધા સૂચન મંગાવાયા:નગર યોજના અંગેનું ગેઝેટ પ્રસિદ્ધ, એક મહિનામાં વાંધા રજૂ કરી શકાશે

    13 hours ago

    વડોદરા મહાનગરપાલિકા દ્વારા તરસાલી અને વડદલામાં નવી મુસદ્દારૂપ ટીપી મંજૂર કરવામાં આવી હતી. જે અંગેની સમજ બાદ તેને ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગેઝેટમાં પ્રસિધ્ધ થયા બાદ તે અંગેના યોજનાની દરખાસ્તો અંગે વાંધા સૂચનો એક મહિનામાં મંગાવવામાં આવ્યા છે. ટીપી અંગેની સમજ અપાયા બાદ ગેઝેટ પ્રસિદ્ધ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સરકાર, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નોટિફિકેશનના આધારે વડોદરા મહાનગરપાલિકાને મુસદ્દારૂપ નગર રચના યોજના નં 52 (તરસાલી) બનાવવા આદેશ કર્યો હતો. ત્યાર બાદ નિયમો મુજબ માલીકોની સભા તા. 9.3.26ના રોજ રાખવામાં આવી હતી. જેમાં આ યોજનાની કામચલાઉ દરખાસ્તોની સમજુતી જમીન માલીકોને આપવામાં આવી હતી. મુસદ્દો લોકોના વાંધા સુચનો મેળવવા પ્રસિધ્ધ આ યોજનાની દરખાસ્ત સંબંધે જોગવાઈઓ અન્વયે યોજનાનો મુસદ્દો લોકોના વાંધા સુચનો મેળવવા પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. જે યોજનાની દરખાસ્ત અને લોકોના વાંધા સુચનો મેળવવા માટે 13 માર્ચ,2026ના સરકારના રાજયપત્ર (એકસ્ટ્રા ઓર્ડીનરી ગેઝેટ) પાર્ટ- 2માં પાન નં. 2 ઉપર અધિસુચન પ્રસિદ્ધ કરેલ કરાયું છે. એક મહિનામાં વાંધા રજૂ કરી શકાશે મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, રાજયપત્રમાં પ્રસિદ્ધ થયા તારીખથી એક માસની સમયમર્યાદામાં યોજનાની દરખાસ્તો અંગે યોજનામાં સમાવિષ્ટ જમીન માલિકો તેમજ હિત સંબંધ ધરાવતી વ્યકિત તરફથી વાંધા સુચનો લેખિતમાં ચાર નકલમાં મ્યુનિસિપલ કમિશનર. વડોદરા મનપાને મોકલી આપવાના રહેશે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ગેસ અછત:લોકોએ કર્યો છાણાનો ઉપયોગ, માંગ વધતા ભાવમાં વધારો
    Next Article
    ઉનાળો શરૂ થતાં તંત્ર જાગ્યું:રાજકોટનાં આઝાદ હિન્દ ગોલામાં ફૂડ વિભાગનું ચેકીંગ, આઈસ ગોલાના ફ્લેવર સિરપ અને માવા રબડી સહિત 6 નમૂના લેવાયા, 8 વેપારીઓને લાયસન્સની નોટિસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment