Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હારીજ પોલીસે અડિયાની અપહૃત સગીરાને શોધી કાઢી:માતા-પિતાની રજૂઆત બાદ આરોપી ઝડપાયો, કાર્યવાહી શરૂ

    9 hours ago

    હારીજ પોલીસે અડિયા ગામમાંથી અપહરણ કરાયેલી સગીરા અને આરોપીને શોધી કાઢ્યા છે. સગીરાના માતા-પિતા અને ગ્રામજનો દ્વારા એસપી કચેરીએ કરવામાં આવેલી રજૂઆત બાદ રાધનપુર ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પોલીસે આ સફળતા મેળવી છે. પાટણ જિલ્લાના હારીજ પોલીસ સ્ટેશન હેઠળ આવતા અડિયા ગામે ગત તારીખ 3 માર્ચ, 2026 ના રોજ એક સગીર વયની દીકરીનું અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટના સંદર્ભે હારીજ પોલીસ મથકે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘટનાના દિવસો બાદ પણ દીકરીનો પત્તો ન લાગતા, સગીરાના માતા-પિતા સહિત ગ્રામજનો અને આગેવાનો દ્વારા પાટણ એસપી કચેરીમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. શરૂઆતમાં પોલીસે તેમને રોકતા થોડી બોલાચાલી થઈ હતી, પરંતુ બાદમાં તેમણે જિલ્લા પોલીસ વડા સમક્ષ ન્યાયની માંગ સાથે રજૂઆત કરી હતી. માતા-પિતાએ દીકરીને તાત્કાલિક શોધી લાવવા અને આરોપીની ધરપકડ કરવા માટે ઉગ્ર માંગ કરી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને રાધનપુર ડીવાયએસપી પરેશ રેણુકા દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. પોલીસની વિવિધ ટીમો દ્વારા ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરવામાં આવી. આખરે, અપહરણ કરનાર આરોપી અને સગીરા બંનેને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે હાલમાં આરોપી અને સગીરા બંનેને હસ્તગત કર્યા છે. રાધનપુર ડીવાયએસપી પરેશ રેણુકાએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, સગીરાનું અપહરણ થયું હોવાથી હવે તેની મેડિકલ તપાસ અને નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સગીરાના નિવેદનના આધારે આ કેસમાં કાયદેસરની કલમોનો ઉમેરો કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા તપાસના તમામ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ચિરાગ ગોટીની ટ્રાન્સફર વોરંટના આધારે બીલીમોરા પોલીસે ધરપકડ કરી:આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું; ભાગીદારનું અપહરણ કરી માર માર્યો હતો
    Next Article
    Several rural habitations in Punjab supplied contaminated water under Jal Jeevan Mission: CAG report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment