Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચિરાગ ગોટીની ટ્રાન્સફર વોરંટના આધારે બીલીમોરા પોલીસે ધરપકડ કરી:આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું; ભાગીદારનું અપહરણ કરી માર માર્યો હતો

    2 days ago

    સુરતના કુખ્યાત ચિરાગ ગોટીની બીલીમોરા પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે. વર્ષ 2024માં તેણે પોતાના ભાગીદારનું અપહરણ કરી, માર મારી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ ગુનામાં પોલીસે આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. રિકન્સ્ટ્રક્શન દરમિયાન ચિરાગ ગોટીના ચહેરા પર કોઈ પસ્તાવો જોવા મળ્યો ન હતો. તે હસતો દેખાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ 2024માં ચિરાગ ગોટી અને તેના ભાગીદાર પાર્થ મિયાણી વચ્ચે ધંધામાં રૂ. 11,000ની ખોટ થઈ હતી. ચિરાગે આક્ષેપ કર્યો હતો કે, આ પૈસા પાર્થ મિયાણીએ લીધા છે. આ રકમની ઉઘરાણી માટે ચિરાગે પાર્થ પર અત્યાચાર ગુજાર્યો હતો. ચિરાગે પાર્થને તેની ઓફિસમાં ગોંધી રાખી માર માર્યો હતો. ત્યારબાદ તેને ગાડીમાં બેસાડી સુરત ખાતેના એક ફાર્મ હાઉસ પર લઈ ગયો હતો. ફાર્મ હાઉસ પર આખી રાત પાર્થને ગોંધી રાખી માર મારવામાં આવ્યો હતો. આ મારના કારણે પાર્થને પગમાં ગંભીર ફ્રેક્ચર થયું હતું, જેની સારવાર તેણે સુરત ખાતે કરાવી પડી હતી. ચિરાગે પાર્થને માર મારતો વીડિયો પણ મોબાઈલમાં શૂટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો ઘટના બાદ ચિરાગે ધમકી આપી હતી કે, જો કોઈને પણ જાણ કરી તો જાનથી મારી નાખીશ. જોકે, આ મામલે બીલીમોરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. અપહરણ, શારીરિક ઈજા પહોંચાડવી, ગેરકાયદે નાણાંની ઉઘરાણી, ધમકી આપવી જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન બીલીમોરા પોલીસે સુરત જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા ચિરાગ ગોટીનો કબ્જો મેળવ્યો હતો. આજે બીલીમોરાના પોસરી ગામ પાસે, જ્યાં ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યું હતું, ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીને લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસ હવે આ મામલે વધુ પુરાવા એકત્ર કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    શ્રમિકોના દ્વારે હવે પહોંચશે ‘દવાખાનું’:વડોદરામાં 15 ધન્વંતરિ રથ દ્વારા બાંધકામ સાઇટ પર જ મફત સારવાર મળશે
    Next Article
    હારીજ પોલીસે અડિયાની અપહૃત સગીરાને શોધી કાઢી:માતા-પિતાની રજૂઆત બાદ આરોપી ઝડપાયો, કાર્યવાહી શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment