Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાવો- ઈરાનના સૌથી શક્તિશાળી અધિકારી લારીજાની પર ઈઝરાયલનો હુમલો:બસીજ ફોર્સના કમાન્ડર સુલેમાની પર પણ એટેક, માર્યા ગયા હોવાની પુષ્ટિ થઈ નથી

    1 day ago

    અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે 18મો દિવસ છે. આ દરમિયાન ઈઝરાયલે ઈરાનના સિક્યોરિટી ચીફ લીડર અલી લારીજાનીને નિશાન બનાવીને સોમવાર રાત્રે એરસ્ટ્રાઈક કરી છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના રિપોર્ટ મુજબ, આ માહિતી ઈઝરાયલી અધિકારીઓના હવાલાથી સામે આવી છે. ઈઝરાયલે અનેક મોટા અધિકારીઓને પણ નિશાન બનાવ્યા. ઈઝરાયલી અધિકારીઓના જણાવ્યા અનુસાર, બસીજ પેરામિલિટ્રી ફોર્સના કમાન્ડર ઘોલામરેઝા સુલેમાની પણ આ હુમલાના ટાર્ગેટમાં સામેલ હતા. ઈરાનની બસીજ ફોર્સ દેશની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું અને સરકારના વિરોધ તથા પ્રદર્શનોને નિયંત્રિત કરવાનું કામ કરે છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ હુમલામાં લારીજાની અને સુલેમાનીનું મોત થયું છે કે તેઓ ઘાયલ થયા છે. ઈરાન તરફથી આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કે નિવેદન આવ્યું નથી. હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી 'નંદાદેવી' જહાજ વાડીનાર પહોંચ્યું જામનગર-દ્વારકા હાઈવે નજીક આવેલા ખંભાળિયાના વાડીનાર દરિયાકાંઠે 'નંદાદેવી' નામનું એલપીજી કેરિયર જહાજ સફળતાપૂર્વક પહોંચી ગયું છે. આ જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ગુજરાત સુધી પહોંચ્યું છે, જે દેશના એલપીજી પુરવઠા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ જહાજમાં અંદાજિત 45,000 થી 46,000 મેટ્રિક ટન એલપીજી ગેસનો જથ્થો લાવવામાં આવ્યો છે. શરૂઆતમાં આ જહાજને કંડલા પોર્ટ પર જવાનું હતું, પરંતુ વર્તમાન પરિસ્થિતિ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને વાડીનાર બંદર તરફ વાળવામાં આવ્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો… અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Odisha ICU fire toll rises to 12, Opposition demands Health Minister’s resignation
    Next Article
    લંડનમાં શીખ અને પાકિસ્તાનીઓ વચ્ચે વિવાદ:પંજાબી રેસ્ટોરન્ટના માલિકે હલાલ મીટ મળશે નહીં બોર્ડ લગાવ્યું, 100 લોકોએ હુમલો કર્યો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment