Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા જેલમાં બંધ કાચા કામના કેદીનું મોત:ગભરામણ થયા બાદ સારવાર માટે ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યા, બે કામદારોના આકસ્મિક મોતના કેસમાં જેલમાં હતા

    12 hours ago

    વડોદરા સેન્ટ્રલ જેલમાં કાચા કામના (અંડરટ્રાયલ) આરોપી જયેશભાઈ નટવરભાઈ પંડ્યા (ઉંમર 63)નું મોત થતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને લઈ પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ આરોપી વડોદરાના વરણામાં પોલીસ મથકમાં બેદરકારી બદલ સાપરાધ માનવવધનો ગુન્હો નોંધાયો હતી. જેમાં બે કામદારોના મોત થતા ત્રણ સામે કાર્યવાહી ચાલી રહી હતી જેમના આ એક આરોપી હતા. બે કામદારોના મોત કેસમાં ધરપકડ કરી જેલ હવાલે કરાયા હતા મળતી માહિતી અનુસાર, જયેશભાઈ નટવરભાઈ પંડ્યા શહેરના સુભાષપાર્ક સોસાયટી, હરણી રોડના રહેવાસી હતા. તેઓ ગત 5 માર્ચ, 2026ના રોજ વડોદરા સેન્ટ્રલ જેલમાં કાચા કામના આરોપી તરીકે આવ્યા હતા. તેમની સામે વારાસણા પોલીસ મથકમાં BNS કલમ 105, 54 તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જેલમાં તેઓને આજે સવારે રૂટિન મુજબ મેડિકલ પણ કરવામાં આવ્યું છે. પરંતુ બાદમાં અચાનક ગભરામણ થતા તબિયત બગડી હોવાનું જણાતા તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા બાદ પરિવારજનોમાં ભારે આક્રંદ અને આક્રોશ ફાટી નીકળ્યો હતો. પરિવારજનોનો જેલતંત્ર પર આક્ષેપ પરિવારજનોનો આક્રોશ છે કે તેમના પર ખોટી રીતે કેસ કરવામાં આવ્યો હતો અને જેલમાં થયેલા મોતને કારણે તેઓમાં રોષ વ્યાપ્યો છે. મૃતદેહને હાલ સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ તેને પરિવારને સોંપવામાં આવશે. પોલીસ અને જેલ વિભાગ દ્વારા આ મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે. ફરિયાદ શું હતી? વડોદરા નજીક આવેલ ખટંબા ખાતે ગટરમાં કોઈપણ પ્રકારના સાધનો સિવાય બે કામદારોને સફાઈ કરવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા અંદર ઉતારવામાં આવ્યા હતા. જેમાં ગેસની અસર થતા ગુંગળામણ કારણે બંને કામદારના મોત થયા હતા. સુરક્ષાના સાધનો સિવાય કામદારોને કામગીરી માટે ઉતાર્યા હોય બંને કોન્ટ્રાક્ટર દ્વારા ગંભીર બેદરકારી રાખવવામાં આવી હતી. જેથી પોલીસે આ બંને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ માનવવધનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. જેમાં ત્રીજા આરોપી તરીકે જયેશભાઈ નટવરભાઈ પંડ્યા ને ઝડપી લેવામાં આવ્યા હતા. મહેસાણા ખાતે રહેતા જયંતિ અંબાલાલ પટેલ જયંતિ સુપર કન્સ્ટ્રકશન પ્રાઇવેટ લિમિટેડના પ્રોપ્રાઈટર છે. આ કોન્ટ્રાક્ટર દ્વારા ગત 2 નવેમ્બર 2022ના રોજ વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી પાસેથી ટી.પી.સ્કીમ નં.25 (હનુમાનપુરા, અણખોલ, બાપોદ, ખટમ્બા) ખાતે આવેલી 18 મીટર રોડ પર ડ્રેનેજ લાઈનની કામગીરી કરવા માટે ડ્રાફ્ટ એગ્રીમેન્ટથી કન્સ્ટ્રક્શન અંગેનો કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો હતો. પરંતુ ડ્રાફ્ટ એગ્રીમેન્ટમાં કરેલ કડીશન મુજબ કોન્ટ્રાક્ટર જયંતિ પટેલ દ્વારા ટેન્ડરની કડીશનની શરતોનો ભંગ કરી ગ્રીસ્વા ઇન્ફા પ્રોજેક્ટ એલએલપી અમદાવાદના પ્રોપ્રાઈટર સંજય માધવજીભાઈ ખુંટને ડ્રેનેજની લાઈનની કામગીરી કરવા માટેનો પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પેટા કોન્ટ્રાક્ટર સારી રીતે જાણતા હતા કે ગટરમાં સાફસફાઈ કરવા માટેના સલામતીના સાધનો વિના ગટરમાં ઉતરી કામ કરવામાં આવે તો ગેસ ગળતર થવાના કારણે ગૂંગળામણ થવાના કામદારોનું મોત પણ થઈ શકે છે તેમ છતા તેઓએ અક્ષયભાઇ શનાભાઇ ભાભોર (ઉ.વ.23 રહે. સરસોડા તા.ગરબાડા, જી.દાહોદ તથા વિપુલભાઈ મનસુખભાઇ માંગરોલિયા( રહે. સી/501, શિવમ રેસિડન્સી, ગાયત્રી બંગ્લોઝ સામે, ગંગોત્રી સર્કલ, નિકોલ, અમદાવાદ શહેર)ને સલામતીના સાધનો જેવા કે કપડા, હાથના ભારે અને લાંબા રબરના મોજા, શ્વસન સુરક્ષા માટે ફેસમાસ્ક, રેમ્પીરેટર માટે ઓક્સિજન ગેસની વ્યવસ્થા, આંખો અને ચહેરા માટે સેફટી ગોગલ્સ અથવા ફ્રેસ શિલ્ડ, હાર્નેસ સાથે ટ્રાઈપોડ વિગેરે પુરા નહિ પાડી તેઓની પાસે ગટર લાઈનના કન્સ્ટ્રકશનની સાથે સાથે ગટર લાઈનમાં ઉરીને ડ્રેનેજની સાફસફાઈ કરી કન્સ્ટ્રકશનની કામગીરી કરવાનું કામ સોંપ્યું હતું. બંને કામદાર ડ્રેનેજમાં કામગીરી કરવા ઉતર્યા હતા. જેમાં ગૂંગળામણ થતા બન્ને ના મોત નીપજ્યા હતા. જેથી ફરિયાદ મૃતકના ભાઈએ વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેથી પોલીસે તપાસ કરતા સલામતીના સાધનો સિવાય ગટર લાઈનની ચેમ્બરમાં ઉતરી સાફસફાઈની કામગીરી કરવા જતા ગટર લાઈનમાં રહેલ ગેસની અસર થતા બેભાન થઇ જતા બંનેનું મોત નીપજયુ હતું. જેથી વરણામા પોલીસે બેદરકારી રાખનાર બંને કોન્ટ્રાકટર જયંતી પટેલ તથા સંજય ખૂટ વિરુદ્ધ સાપરાધ માનવવધનો ગુનો નોધી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ હતી. આ કાર્યવાહીમાં મૃતકની ત્રીજા આરોપી તરીકે પોલીસે ગત 2 માર્ચના રોજ અટક કરી હતી.
    Click here to Read More
    Previous Article
    Apple AirPods Max 2 vs AirPods Max: A look at what’s new
    Next Article
    એપાર્ટમેન્ટની ગેલેરી તૂટી પડતા 30 પરિવારો રસ્તા પર આવી ગયા:માતાએ રડતા રડતા કહ્યું-'આ બાળકને ભૂખ લાગી છે, હું એને ખાવાનું ક્યાંથી લાવી આપું, અમે ક્યાં જઈએ?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment