Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મ્યુ. કમિશનરનો મહત્વનો નિર્ણય:પાલિકામાં શાસકોની ટર્મ પૂર્ણ થતા કરારો પર સહી કરવા સ્ટે.કમિટીના સભ્યોની સત્તા ત્રણ ઉચ્ચ અધિકારીને સોંપાઈ

    18 hours ago

    રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસકોની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતાની સાથે વહીવટી પ્રક્રિયામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા વિવિધ પ્રોજેક્ટ્સ અને કામોના રાજ્યમાન્ય કરારો (એગ્રીમેન્ટ) પર સહી કરવાની સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની સત્તા હવે વહીવટી અધિકારીઓને સોંપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આ અંગે સત્તાવાર આદેશ જારી કરીને નવી ચૂંટાયેલી બોડી અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધીની વચગાળાની વ્યવસ્થા ગોઠવી છે. સામાન્ય રીતે રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગો દ્વારા અમલી બનાવવામાં આવતા કોન્ટ્રાક્ટ અને એજન્સીઓ સાથેના કરારો માટે એક ચોક્કસ કાનૂની પ્રક્રિયા અનુસરવામાં આવે છે. નિયમાનુસાર ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયત સ્ટેમ્પ પેપર પર એજન્સીઓ પાસેથી રાજ્ય માન્ય કરારો કરવામાં આવતા હોય છે. જીપીએમસી એક્ટની જોગવાઈઓ મુજબ, કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા કરારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની મુદ્રા (સીલ) મારવી અનિવાર્ય છે. આ પ્રક્રિયા દરમિયાન કોર્પોરેશનના પ્રતિનિધિ તરીકે સ્થાયી સમિતિના બે સભ્યોએ સાક્ષી તરીકે સહી કરવી પડે છે, જે આ કરારની કાયદેસરતાની પુષ્ટિ કરે છે. વિકાસકામો કે રોજિંદા વહીવટી કરારો અટકી ન પડે તે માટે નિર્ણય જોકે, હાલમાં રાજકોટ મહાનગરપાલિકામાં ચૂંટાયેલું બોર્ડ અસ્તિત્વમાં નથી અને જનપ્રતિનિધિઓની ગેરહાજરીમાં વહીવટી તંત્ર દ્વારા કામગીરી સંભાળવામાં આવી રહી છે. સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ગેરહાજરીમાં શહેરના વિકાસકામો કે રોજિંદા વહીવટી કરારો અટકી ન પડે તે હેતુથી કમિશનર તુષાર સુમેરાએ કલમ હેઠળની વિશેષ સત્તાનો ઉપયોગ કર્યો છે. આ આદેશ મુજબ, હવેથી કરારનામા પર સહી કરવા માટે ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. બે અધિકારીઓ હવે કાયદાકીય દસ્તાવેજો પર સહી કરી શકશે મ્યુ. કમિશનર તુષાર સુમેરાના આદેશ અનુસાર, હવેથી સેન્ટ્રલ ઝોનના નાયબ કમિશનર, સહાયક કમિશનર અને ચીફ એકાઉન્ટન્ટને આ સત્તા સુપરત કરવામાં આવી છે. આ ત્રણ અધિકારીઓમાંથી કોઈપણ બે અધિકારીઓ હવે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોના સ્થાને રાજ્યમાન્ય કરારો અને અન્ય કાનૂની દસ્તાવેજો પર સહી કરી શકશે. આ વ્યવસ્થા નવી ચૂંટાયેલી પાંખ સત્તા પર ન આવે ત્યાં સુધી કાર્યરત રહેશે. ઉલ્લેખનીય છે કે, આ નિર્ણયથી મનપાના પેન્ડિંગ રહેલા કરારો અને નવા પ્રોજેક્ટ્સની મંજૂરીની પ્રક્રિયામાં ગતિ આવશે. અગાઉ સભ્યોની ગેરહાજરીને કારણે કાનૂની ગૂંચ ઉભી થવાની શક્યતા હતી, પરંતુ હવે વહીવટી સ્તરે જ આ સત્તાનું વિકેન્દ્રીકરણ કરી દેવામાં આવતા કામગીરી સરળ બનશે. અધિકારીઓને આ જવાબદારી સોંપાતા હવે કોન્ટ્રાક્ટરો સાથેના એગ્રીમેન્ટ અને અન્ય સરકારી દસ્તાવેજોની કામગીરીમાં વિલંબ થશે નહીં.
    Click here to Read More
    Previous Article
    દાદાની નજર સામે 21 વર્ષીય પૌત્રીનું અપહરણ:માણસાના લીમ્બોદરામાં હથિયારધારી ટોળકી પરિવાર પર હુમલો કરી પરિણીત યુવતીને ઉઠાવી ગયાં
    Next Article
    LPG gas carrier For India LIVE | ભારતની સૌથી મોટી જીત, Iran War વચ્ચે રાહતના સમાચાર | Mundra | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment