Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી:દાંતીવાડાના ઉત્તમપુરામાં ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો

    2 days ago

    બનાસકાંઠા જિલ્લાના બે દિવસીય પ્રવાસે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રવાસના બીજા દિવસે સવારે દાંતીવાડા તાલુકાના ઉત્તમપુરા-ડાંગિયા ગામમાં પ્રગતિશીલ ખેડૂત ઈશ્વર ભૂતડિયાના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. પ્રાકૃતિક ખેતીના પ્રખર હિમાયતી રાજ્યપાલએ ફાર્મમાં આંબા, જામફળ, પપૈયા અને ગલગોટાના મિશ્ર પાકનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ખેડૂત ઈશ્વર ભૂતડિયા પાસેથી પાકોના મૂલ્યવર્ધન અને વેચાણ વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી. રાજ્યપાલએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે આધુનિક મિશ્ર પાક પદ્ધતિ અંગે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. ઈશ્વર ભૂતડિયા દ્વારા અપનાવવામાં આવેલી રાસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ જોઈને રાજ્યપાલએ સંતોષ વ્યક્ત કર્યો હતો. ખેતરમાં રાજ્યપાલએ ખાટલા પર બેસીને ઉપસ્થિત ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ દરમિયાન, ફાર્મના માલિક ઈશ્વર ભૂતડિયાએ રાજ્યપાલનું સ્વાગત કરતા જણાવ્યું કે, તેઓ છેલ્લા ૧૦ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યપાલના આગમનથી તેમની મહેનત સાર્થક થઈ છે અને દરેકે ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. ઈશ્વર ભૂતડિયા છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. તેઓ પોતાના ખેતરમાં બહુસ્તરીય ખેતી પદ્ધતિનો ઉપયોગ કરે છે, જેમાં કેળા, પપૈયા, આંબા અને જામફળ જેવા ફળોના વાવેતરની સાથે આંતરપાક તરીકે ગલગોટાનું પણ વાવેતર થાય છે. આ મોડેલ ફાર્મનો મુખ્ય હેતુ એ છે કે ખેડૂતોને આંબા જેવી લાંબા ગાળાની ખેતીમાં આવક માટે લાંબો સમય રાહ ન જોવી પડે. આ પદ્ધતિમાં ગલગોટા અને પપૈયા જેવા ટૂંકા ગાળાના પાકોથી બે-ત્રણ મહિનામાં જ આવક શરૂ થઈ જાય છે. ત્યારબાદ જામફળ અને છેલ્લે આંબાની આવક આજીવન મળતી રહે છે. ખેડૂત ઈશ્વરના જણાવ્યા અનુસાર, પ્રાકૃતિક ખેતી અપનાવવાથી તેમનું ઉત્પાદન જળવાઈ રહ્યું છે અને ખેતી ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. રાજ્યપાલએ ખેડૂતો સાથે સંવાદ કરતા જણાવ્યું કે, દેશની ધરતી અને લોકોનું સ્વાસ્થ્ય બચાવવા માટે સેવાભાવથી પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. જે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે તેમના ખેતરની માટી સોનુ બની ચુકી છે. પ્રાકૃતિક ખેતીથી જમીનનું ઓર્ગેનિક કાર્બન વધતા જમીન ફળદ્રુપ બને છે. વધુમાં પ્રાકૃતિક ખેતીના પાંચ આયામ જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા અને મિશ્રપાક વડે કેવી રીતે પ્રાકૃતિક ખેતી કરી શકાય તેનું વિસ્તૃત માર્ગદર્શન ખેડૂત મિત્રોને આપ્યું હતું. રાજ્યપાલએ રાજ્યના વિવિધ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોની સક્સેસ સ્ટોરી જણાવી ખેડૂતોને પ્રેરિત કર્યા હતા. તેમણે ઉમેર્યું કે, શિક્ષિત લોકોને પણ પ્રાકૃતિક કૃષિ વળવાની જરૂર છે. જેટલા વધુ લોકો પ્રાકૃતિક ખેતી સાથે જોડાશે એટલા વધુ પ્રકૃતિની નજીક આવશે. આજે કોઈ વ્યક્તિ કેન્સર કે અન્ય જીવલેણ બીમારીથી મરવા માંગતું નથી. દરેક લોકો સ્વસ્થ જીવન જીવવાની આશા રાખે છે. પ્રાકૃતિક ખેતીથી દેશનું ભવિષ્ય ઉનન્ત બનશે અને દેશ સ્વસ્થ બનશે. રાજ્યપાલએ વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક ખેતીને રાષ્ટ્રીય મિશન બનાવ્યું છે, આ પરોપકારી સ્વદેશી ખેતીથી દેશનો ખેડૂત આત્મનિર્ભર બનશે તો દેશ આત્મનિર્ભર બનશે અને વિકસિત ભારત 2047 નું સપનું સાકાર થશે. રાજ્યપાલએ તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના માર્ગે વળવા આહવાન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    લોકસભામાં આજે જન વિશ્વાસ બિલ પાછું ખેંચાશે:વિપક્ષના 8 સાંસદોનું સસ્પેન્શન રદ થઈ શકે છે; પ્રિયંકાએ કહ્યું- હું આનાથી ખૂબ ખુશ છું
    Next Article
    ગુજરાતમાં ગરમી બાદ હવે કમોસમી વરસાદનો કહેર:વાતાવરણમાં પલટા સાથે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી; ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે, ખેડૂતો ચિંતામાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment