Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જન્નત ઝુબેર અને અયાન સાથે હાઈવે પર મારપીટ:આરોપીઓએ પનવેલમાં કારનો પીછો કરીને હુમલો કર્યો, એક્ટ્રેસે કહ્યું- અમે સુરક્ષિત છીએ

    1 week ago

    ટીવી એક્ટ્રેસ જન્નત ઝુબેર અને તેના નાના ભાઈ અયાન ઝુબેર સાથે નવી મુંબઈના પનવેલમાં મારપીટની ઘટના બની છે. સોમવારે દિવસના અજવાળે હાઈવે પર કેટલાક લોકોએ તેની ગાડીનો પીછો કર્યો અને મારપીટ કરી. જન્નતે સોશિયલ મીડિયા પર એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરીને આ અંગે જાણકારી આપી છે. તેણે જણાવ્યું કે હવે તેઓ બંને સુરક્ષિત છે અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ‘અમે સુરક્ષિત છીએ, અફવા ન ફેલાવો’ સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું કે, અમે બધાને અપડેટ આપવા માંગીએ છીએ કે જન્નત અને અયાન સાથે ગઈકાલે હાઈવે પર દિવસના અજવાળે મારપીટ અને પીછો કરવાની ઘટના બની. હાલ પોલીસ અધિકારીઓ સક્રિયપણે મામલાને જોઈ રહ્યા છે અને તપાસ ચાલુ છે. જન્નત અને અયાન હવે સંપૂર્ણપણે સુરક્ષિત છે. અમે તમારી ચિંતા અને સમર્થન માટે આભાર વ્યક્ત કરીએ છીએ. તેણે ચાહકોને અપીલ કરી કે તે આ મામલે કોઈપણ પ્રકારની અટકળો ન લગાવે અને પાકી જાણકારી વગર કંઈપણ શેર ન કરે. હાલ પોલીસ CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓ દ્વારા આરોપીઓની શોધ કરી રહી છે. 'ફુલવા'થી મળી હતી ઓળખ, સોશિયલ મીડિયા પર છે કરોડો ફોલોઅર્સ જન્નત ઝુબૈરે પોતાના કરિયરની શરૂઆત ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ટીવી શો 'ફુલવા'થી કરી હતી. આ શોથી તેમને ઘેર ઘેર ઓળખ મળી. ત્યારબાદ તેમણે 'કાશી' અને 'તું આશિકી' જેવા લોકપ્રિય શોમાં મુખ્ય ભૂમિકા ભજવી. જન્નતે બોલિવૂડ ફિલ્મ 'હિચકી'માં પણ કામ કર્યું છે અને તે 'ખતરોં કે ખિલાડી 12' જેવા રિયાલિટી શોનો ભાગ રહી ચૂક્યા છે. જન્નત ભારતની સૌથી વધુ ફોલો કરવામાં આવતી ડિજિટલ ઇન્ફ્લુએન્સર પૈકી એક છે, જેના સોશિયલ મીડિયા પર કરોડો ચાહકો છે. ભાઈ અયાન પણ 'ગલી બોય'માં જોવા મળી ચૂક્યા છે જન્નતના નાના ભાઈ અયાન ઝુબૈરે ઐતિહાસિક શો 'જોધા અકબર'માં નાના સલીમનો રોલ ભજવીને પોતાની કારકિર્દી શરૂ કરી હતી. આ પછી તે 'ચક્રવર્તી અશોક સમ્રાટ' અને 'મહાબલી હનુમાન' જેવા શોમાં જોવા મળ્યા. ફિલ્મોની વાત કરીએ તો, અયાન રણવીર સિંહની 'ગલી બોય' અને ટાઈગર શ્રોફની 'બાગી 3' જેવી મોટી ફિલ્મોમાં જોવા મળી ચૂક્યા છે. અયાન તેની બહેન જન્નત સાથે અવારનવાર સોશિયલ મીડિયા વીડિયોમાં જોવા મળે છે.
    Click here to Read More
    Previous Article
    'ઇશ્કબાઝ' ફેમ એક્ટ્રેસ નવનીન્દ્ર બહલનું નિધન:76 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા, 'ક્વીન' અને 'માચિસ' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા હતા
    Next Article
    'પર્શિયન ગલ્ફ'માં 2000 ભારતીય નાવિકો ફસાયા, ભયભીત:હિમાચલના કેપ્ટન રમણે કહ્યું-અમેરિકા-ઇઝરાયલના જહાજો પર ઇરાનના હુમલા ચાલુ, યુદ્ધના કારણે 500 થી 700 જહાજો સમુદ્રમાં ફસાયા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment