Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી જિલ્લામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ:હાઇવે પર વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી

    12 hours ago

    રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આજે વહેલી સવારે જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. અમરેલી-સાવરકુંડલા હાઈવે સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસનું પ્રમાણ એટલું વધારે હતું કે દૃશ્યતા ખૂબ ઓછી થઈ ગઈ હતી. આ ગાઢ ધુમ્મસના કારણે હાઈવે પર અવરજવર કરતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા વાહનચાલકોને દિવસના સમયે પણ હેડલાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. આગળનું દૃશ્ય સ્પષ્ટ ન દેખાતા વાહનચાલકો સાવચેતીપૂર્વક ધીમી ગતિએ વાહન ચલાવતા જોવા મળ્યા હતા. વાતાવરણમાં અચાનક આવેલા આ પલટાને કારણે તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ઠંડા પવન સાથે ધુમ્મસ છવાતા સવારના સમયે ઠંડકનો માહોલ સર્જાયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં લોકો અને ખેડૂતો પણ ઠંડીના કારણે વહેલી સવારે બહાર નીકળવામાં સાવચેતી રાખતા જોવા મળ્યા હતા. હવામાનમાં આવેલા આ બદલાવને કારણે માર્ગ પર જતા વાહનચાલકોને ખાસ સાવચેતી રાખવા અને ધીમી ગતિએ વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે, જેથી કોઈપણ અનિચ્છનીય અકસ્માત ટાળી શકાય.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું:હિન્દુ સમાજને જાગૃત કરવા અને સંસ્કૃતિ સંરક્ષણ પર ભાર
    Next Article
    Stock Market LIVE Updates: Markets To Open In Green As Wall Street, Asian Peers Edge Higher

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment