Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું:હિન્દુ સમાજને જાગૃત કરવા અને સંસ્કૃતિ સંરક્ષણ પર ભાર

    9 hours ago

    વેરાવળના 60 ફૂટ મેઈન રોડ પર આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ સમાજને જાગૃત, સંગઠિત અને શક્તિશાળી બનાવવા તેમજ સનાતન સંસ્કૃતિનું સંરક્ષણ અને સામાજિક એકતા વધારવાના ઉદ્દેશ્ય સાથે આ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ચંદ્રમોલેશ્વર વસ્તીના હિન્દુ ભાઈઓ-બહેનો અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. વિવિધ સમાજના પટેલ પ્રમુખો, હોદ્દેદારો, સામાજિક-શૈક્ષણિક આગેવાનો અને નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા માટે જનરલ ચંદ્રમોલેશ્વર વસ્તીના અધ્યક્ષ ભાર્ગવ ચોલેરા, ઉપાધ્યક્ષ એડવોકેટ મુકેશ મોરી, મંત્રી ધર્મેન્દ્રભાઈ લોઢીયા, અષ્ટવિનાયક ગ્રુપના દિલીપ ટાંક અને સામાજિક આગેવાન અનિસ રાચ્છ સહિતના મહાનુભાવોએ જહેમત ઉઠાવી હતી. વક્તા તરીકે મંજુલાબેન દેવાણી, કિન્નર સમાજના જિલ્લા પ્રમુખ પલક ચાવડા અને માર્કંડયભાઈ પાલાએ સંબોધન કર્યું હતું. બ્રહ્મ સમાજ, ભોઈ સમાજ, ગોલારાણા સમાજ, ધોબી સમાજ, સોની વેપારી એસોસિએશનના હોદ્દેદારો, જલારામ મંદિરના ટ્રસ્ટીઓ, સામાજિક, શૈક્ષણિક અને રાજકીય આગેવાનો તેમજ સત્સંગ મંડળના બહેનો પણ હાજર રહ્યા હતા. સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓએ હિન્દુત્વ પર આધારિત ચાર અલગ-અલગ પ્રતિકૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા. વક્તાઓએ હિન્દુત્વની ધરોહર અને સંસ્કૃતિને બચાવવા તેમજ પર્યાવરણ સંરક્ષણની આપણી ફરજ પર ભાર મૂકી હિન્દુત્વના પાઠ શીખવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પંચ પર બિરાજેલા મહાનુભાવો દ્વારા ભારત માતા અને ગીતા સહિતના ગ્રંથોનું પુષ્પ પૂજન કરીને કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન બાદ કાર્યક્રમનો અંત સમૂહ રાષ્ટ્રગાન સાથે થયો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા અષ્ટવિનાયક ગ્રુપના યુવાનોએ સક્રિય યોગદાન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન સુજીત રતનધાયરા અને ગિરીશ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    Deer Park may not have any deer unless it is designated ‘mini zoo’ again
    Next Article
    અમરેલી જિલ્લામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ:હાઇવે પર વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment