Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહામૂલા જળનો થયો વેડફાટ:સ્મૃતિવન પાસે નર્મદાની લાઈનમાં એકાએક ભંગાણ પડતા હજારો લિટર પાણી વેડફાયું

    10 hours ago

    શહેરને નર્મદાનું પાણી પહોંચાડતી મુખ્ય પાઇપલાઇનમાં સોમવારે બપોરે ભંગાણ પડતાં હજારો લિટર પાણી વેડફાઈ જવાની ઘટના બની હતી. શહેર નજીક સ્મૃતિવન વિસ્તારમાં માર્ગ વિસ્તરણનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના સર્જાઈ હતી. માહિતી મુજબ કુકમા તરફથી ભુજમાં આવતી નર્મદા પાણીની બે મુખ્ય લાઇનોમાંથી 500 એમએમ વ્યાસની એક પાઇપલાઇન અચાનક તૂટી ગઈ હતી. આ ઘટના બનતાં પાણીનો ફુવારો આશરે 30 થી 40 ફૂટ સુધી ઊડી રહ્યો હતો, જેના કારણે થોડા સમય માટે આસપાસના માર્ગ પર પાણીનો પ્રવાહ ફેલાયો હતો અને માર્ગના કામમાં પણ અવરોધ સર્જાયો હતો. પાણીનો ભારે વેડફાટ થતો હોવાથી તાત્કાલિક સંબંધિત વિભાગને જાણ કરવામાં આવી હતી. આ અંગે ભુજ નગરપાલિકાની પાણી સમિતિના પૂર્વ ચેરમેન સંજય ઠક્કરે જણાવ્યું હતું કે ઉનાળામાં શહેરને પૂરતું પાણી મળી રહે તે માટે હાલમાં 900 એમએમ વ્યાસની નવી પાઇપલાઇન પણ નાખવામાં આવી છે. પરંતુ સોમવારે જે ભંગાણ પડ્યું તે જૂની 500 એમએમ પાઇપલાઇનમાં થયું હતું. પાઇપ તૂટવાની જાણ થતા જ નગરપાલિકાના પાણી વિભાગનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પાણીનો સપ્લાય થોડા સમય માટે બંધ કરી તાબડતોબ રીપેરીંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. ઝડપી કામગીરીના કારણે સાંજ સુધીમાં પાઇપલાઇનનું રીપેરીંગ પૂર્ણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ફરીથી ભુજ શહેરમાં પાણીનો પુરવઠો નિયમિત રીતે શરૂ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ માર્ગ કામ દરમિયાન જરૂરી તકેદારી રાખવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો જેથી આવનારા સમયમાં આવી ઘટનાઓ ટાળી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉનાળા દરમ્યાન શહેરમાં પાણીની ખપત નોંધપાત્ર રીતે વધતી હોય છે. એવામાં આ પ્રકારના ભંગાણથી વિતરણ વ્યવસ્થા પર પણ અસર પડે છે. મહામૂલા જળનો વેડફાટ : સ્મૃતિવન પાસે માર્ગ વિસ્તરણના કામ દરમ્યાન પાણીની લાઇનમાં ભંગાણ પડતા 30 થી 40 ફુટ જેટલો ઉંચો ફુવારો ઉડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પોલીસે દારૂની મોટી ખેપ નાકામ કરી:આડેસર ચેકપોસ્ટ પર હરિયાણાથી આવેલો 78.95 લાખના દારૂ સાથે બે ઇસમ પકડાયા
    Next Article
    US Urges Allies To Designate Iran's Military, Hezbollah As Terrorist Groups

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment