Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે દારૂની મોટી ખેપ નાકામ કરી:આડેસર ચેકપોસ્ટ પર હરિયાણાથી આવેલો 78.95 લાખના દારૂ સાથે બે ઇસમ પકડાયા

    11 hours ago

    ભુજ, કેરા, આદિપુર સહિતના કુખ્યાત બુટલેગરોએ મગાવેલો રૂ.78.95 લાખનો વિદેશી દારૂ ચોખાની આડમાં તેમના સુધી પહોંચે તે પહેલાં આડેસર ચેકપોસ્ટ પાસે બાતમીના આધારે દારૂના મોટા જથ્થા સાથે બે જણાને પકડી ખેપ નાકામ કરી હતી. પોલીસે રોકડ, ચોખાના કટ્ટા, વાહન સહિત કુલ રૂ.1.11 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી આ જથ્થો મોકલનાર અને મગાવનાર સહિત 10 સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી. આડેસર પીઆઇ વી.એ.સેંગલે જણાવ્યું હતું કે, વધી રહેલી દારૂની હેરાફેરી વચ્ચે આ બદી નેસ્ત નાબૂદ કરવાની પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારે આપેલી સૂચના મુજબ ટીમ સાથે આડેસર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાને તેમને મળેલી બાતમી મુજબની હરિયાણા પાસિંગની ટ્રક આવતા તેને રોકી તલાશી લેતા ચોખાના કટ્ટાની આડમાં સંતાડેલો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે રૂ.78,95,000 ના મુલ્યના વિદેશી શરાબની 4,632 મોટી બોટલો અને 7,680 ક્વાર્ટરિયા સાથે હરિયાણાના નુરદિન મગતુ ડુમ (મીરાસી) અને શ્રીભગવાન ઉદેસિંગ ચમારને પકડી લઇ વાહન, રૂ.7.09 લાખની કિંમતના ચોખાના 622 કટ્ટા, મોબાઇલ અને રોકડ સહિત કુલ રૂ.1 કરોડ 11 લાખ 14 હજાર 330 નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા આરોપીઓની પુછપરછ કરાઇ હતી. માલ મોકલનાર અને મગાવનાર આરોપીઓ
    Click here to Read More
    Previous Article
    ગેરકાયદેસર ખનન:વીડીમાં ગેરકાયદે હાર્ડમોરમ ખનન કરતું મશીન ઝડપાયું
    Next Article
    મહામૂલા જળનો થયો વેડફાટ:સ્મૃતિવન પાસે નર્મદાની લાઈનમાં એકાએક ભંગાણ પડતા હજારો લિટર પાણી વેડફાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment