Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાયના લીધે અકસ્માત સર્જાયો:ગાય આડે આવતાં કાકા સાથે ઇન્ટર્વ્યુ આપવા જતી મહિલા રોડ પર પટકાઈ, બંને ઇજાગ્રસ્ત

    2 days ago

    નવાયાર્ડ ખાતે રહેતી મહિલા કાકા સાથે મંજૂસર જીઆઈડીસીમાં નોકરી માટે ઈન્ટર્વ્યુ આપવા બાઈક પર જઈ રહી હતી. દરમિયાન દુમાડ પાસે ગાય આડે આવતાં બાઈક સ્લિપ થયું હતું, જેમાં કાકા-ભત્રીજી ગંભીર રીતે ઘવાયાં હતાં. મહિલા પગના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને વૃદ્ધને માથાના ભાગે ઈજા પહોંચી હતી. હાલમાં બંને સયાજી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. જાધવપાર્કમાં રહેતાં 43 વર્ષીય રિબેકા ક્રિશ્ચયનનું સોમવારે મંજૂસર જીઆઈડીસીમાં ઈન્ટર્વ્યુ હતું. જેથી તેઓ કાકા મનુભાઈ સોલંકી સાથે બાઈક પર ઈન્ટર્વ્યુ આપવા નીકળ્યાં હતાં. દરમિયાન તેઓ દુમાડ ગામ પાસે પહોંચ્યાં ત્યારે ગાય એકાએક બાઈકની આગળ આવીને ઊભી રહી ગઈ હતી. જેથી મનુભાઈએ બ્રેક મારતાં બાઈક સ્લિપ થઈ હતી. અકસ્માતને પગલે રિબેકાબહેનને હાથ-પગમાં ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે મનુભાઈ સોલંકીને માથામાં ઈજા પહોંચતાં રોડ પર લોહીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 દ્વારા તેઓને સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બાબતે રિબેકાબહેને જણાવ્યું હતું કે, હું ઈન્ટર્વ્યુ આપવા મારા કાકા સાથે જઈ રહી હતી. જોકે આ અકસ્માતને કારણે હું ઈન્ટર્વ્યુ આપી શકી નહોતી. હું સિંગલ મધર છું. છેલ્લા 6 મહિનાથી મારી પાસે નોકરી નથી. મારાં સંતાનોને હું ઉછેરી રહી છું. હવે દોઢ મહિનાનો પાટો આવ્યો છે એટલું હું નોકરી નહીં કરી શકું. માર્ચના 15 દિવસમાં જ 100 ગાય ઢોર ડબ્બામાં પૂરાઈ પાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી રખડતી ગાયોને પકડવામાં આવે છે. માર્ચ મહિનામાં 100થી વધારે ગાયને ઢોર ડબ્બામાં પૂરવામાં આવી છે તેમ છતાં શહેરમાં ગાયો રખડતી જોવા મળતી હોય છે, જેને કારણે શહેરમાં અનેકવાર વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે.
    Click here to Read More
    Previous Article
    Bengal Assembly polls 2026: In less than 24 hours, EC replaces Mamata top officers — CS to DGP
    Next Article
    પાલિકા દ્વારા વન વોર્ડ-વન રોડ અંતર્ગત કામગીરી કરાઈ:વારસિયા જૂના RTOથી ફતેપુરા સુધી રોડની ટ્રીટેડ પાણીથી સફાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment