Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આયોજન:લાઠીના હીરાણામાં વિરાટ હિન્દુ સંમેલનમાં સમાજની એકતા, સંસ્કૃતિ જાળવવા અપીલ

    2 days ago

    લાઠીના હીરાણામાં આદેશ આશ્રમ ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. હીરાણઆમાં આદેશ આશ્રમમાં આયોજિત વિરાટ હિન્દુ સંમેલનમાં બાલકનાથ બાપુ, કૌશલ કિશોરદાસ બાપુ, ગોપાલદાસબાપુ, ભગવાનદાસ બાપુ વિગેરે સંતો- મહંતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન હિન્દુ સમાજની એકતા, સંસ્કૃતિ અને પરંપરાઓના જતન અંગે આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વક્તાઓએ હિન્દુ સમાજને સંગઠીત રહીને સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે કાર્ય કરવાની અપીલ કરી હતી. સંમેલનમાં ધાર્મિક અને સામાજિક વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. સમાજમાં એકતા જળવાઈ રહે તે માટેનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ચાવંડ, પીપળવા, દેરડી, વીરપુર, કોરકોલીયા અને આંબરડી પંથકમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા. વિરાટ હિન્દુ સંમેલનને સફળ બનાવવા માટે હિરાણા સનાતન હિન્દુ સમિતિએ જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    આત્મહત્યા:ખાંભા તાલુકાના ધુંધવાણાના આધેડે ખેતરે ઘાસમાં છાંટવાની દવા પીતા મોત નિપજ્યું
    Next Article
    સહાય અર્પણ:સિંહણના હુમલામાં બાળકના મોતની ઘટનામાં પરિવારને 10 લાખની સહાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment