Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નમ્રમુનિ મહારાજની દીક્ષા જયંતીએ અનોખી જીવદયા:ભાવનગર અર્હમ યુવા ગ્રુપ દ્વારા અબોલ જીવો માટે ખાસ 'કાઈન્ડનેસ કિટ' અર્પણ

    9 hours ago

    રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની 35મી દીક્ષા જયંતીના પાવન અવસરે સંયમ અને શાસન પ્રભાવનાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરમ ગુરુદેવને માનવતા અને જીવદયા અત્યંત પ્રિય છે, ત્યારે આ અવસરને યાદગાર બનાવવા માટે તેમના દ્વારા પ્રેરિત 'અર્હમ યુવા સેવા ગ્રુપ, ભાવનગર' દ્વારા એક અદભૂત જીવદયા પ્રકલ્પ "Kindness Kit" ગુરુદેવના શ્રીચરણોમાં અર્પણ કરવામાં આવ્યો છે. શું છે આ 'Kindness Kit' ની વિશેષતા? આ કિટમાં અબોલ જીવો જેવા કે ગાય, કૂતરા, કીડી અને કબૂતર માટેના આહારને અલગ-અલગ પ્લાસ્ટિક જારમાં અત્યંત વ્યવસ્થિત રીતે પેક કરવામાં આવ્યો છે. તેમાં ગાયો માટે પૌષ્ટિક "રાજધાન", કૂતરા માટે બિસ્કિટ, કીડીઓ માટે કીડિયારું અને કબૂતર માટે જુવારનો સમાવેશ થાય છે. આ કિટ દ્વારા કોઈપણ વ્યક્તિ સરળતાથી જીવદયાનું કાર્ય કરી શકે છે અથવા અન્યને ભેટ આપીને આ પુણ્યશાળી કાર્યમાં જોડી શકે છે. દેશભરમાં 15000 થી વધુ કિટ્સનું વિતરણ સમસ્ત ભારતના અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા લોકાર્પણના પ્રથમ દિવસે જ સમગ્ર દેશમાં 15000 થી વધુ કાઈન્ડનેસ કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં ભાવનગર અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા 500 થી વધુ કિટ્સ વિતરિત કરીને જીવદયાની જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી છે. જૈન અને જૈનેતર દરેક વ્યક્તિ આ સેવાનો લાભ લઈ અબોલ જીવોને આહાર અર્પણ કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    સિનિયર સિટીઝન માતાને દીકરીએ માનસિક ત્રાસ આપ્યો:વડોદરામાં દીકરીએ ઘર અને 25 લાખ રૂપિયાની માંગણી કરીને ધમકી આપતા માતાએ અભયમની મદદ માંગી, અભયમ ટીમે કાઉન્સેલિંગ કરી સમાધાન કરાવ્યું
    Next Article
    Voting for 11 Rajya Sabha seats today | રાજ્યસભાની 11 બેઠકો પર આજે મતદાન | Voting Today | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment