Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાંગમાં મજૂરીના હિસાબ બાબતે ચપ્પુથી હુમલો:ત્રણ આરોપી સુરતથી ઝડપાયા, આહવા પોલીસે કાર્યવાહી કરી

    2 days ago

    ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજૂરીના હિસાબ બાબતે થયેલી બોલાચાલી દરમિયાન ચપ્પુથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવાના ગુનામાં આહવા પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. પોલીસે સુરતમાંથી ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી હતી. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS), સુરત વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાઓ અટકાવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ (IPS) અને નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરીના માર્ગદર્શન હેઠળ આહવા પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદી મહેશ અશોકભાઈ પરમાર અને સાક્ષી શૈલેષ અશોકભાઈ પરમાર સહિત અન્ય લોકો સાથે ઇટના ભઠ્ઠા ઉપર મજૂરીના રૂપિયા અંગે હિસાબ બાબતે આરોપીઓ સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ શૈલેષના પેટના ભાગે ચપ્પુનો ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ મામલે આહવા પોલીસ સ્ટેશન ખાતે તા. 10 માર્ચ 2026ના રોજ ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આહવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલના નેતૃત્વમાં ટીમો બનાવી આરોપીઓને શોધવા માટે ખાસ કામગીરી શરૂ કરવામાં આવી. હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીઓ સુરત ખાતે હોવાનું જાણવા મળતાં પોલીસ ટીમે ત્યાં પહોંચી તેમને ઝડપી પકડી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં રાજુ વિનુ ચુડાસમા, અશ્વિન વિનુ ચુડાસમા અને રોશનીબેન રાજુ ચુડાસમાનો સમાવેશ થાય છે. આ તમામ હાલ મૂળચોંડ, તા. આહવા, જી. ડાંગના રહેવાસી છે અને મૂળ રૂપાવટી ગામ, તા. મહુવા, જી. ભાવનગરના વતની છે. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એસ. રાજપુત, પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલ પાંડુભાઈ, પ્રકાશ કાશીરામભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રણજીત ધનજીભાઈ, પ્રકાશ સાધુરામભાઈ અને અશોક મુકુંદભાઈએ પ્રશંસનીય કામગીરી બજાવી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં 'કન્યાદાન' સાથે અપાયું 'સ્વાસ્થ્યદાન':હાથમાં મહેંદી ને લગ્નની લાલચૂડીઓ સાથે પિતાવીહોણી 101 નવવધૂઓ હોસ્પિટલ પહોંચતા કુતૂહલ, પ્રભુતામાં પગલાં પાડનાર દીકરીઓએ સર્વાઈકલ રસી અપાઈ
    Next Article
    પાટીલના જન્મદિવસે લોહી આપવા ગયો ને પોતે જ લોહીલુહાણ થયો:ભાજપ કાર્યકર પવનસિંગ અને તેના પુત્રએ હત્યા કરાવ્યાનો આક્ષેપ; CP કચેરીએ મહિલાઓનો હોબાળો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment