Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોડેલીના ગૈડીયા ગામે રેતી લીઝ પર જનતા રેડ:નિર્ધારિત હદ બહાર અને રાત્રે રેતી ખનન કરાતું હોવાના આક્ષેપ, ગ્રામજનોએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો

    9 hours ago

    છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગૈડીયા ગામે ચાલતી રેતીની લીઝ પર ગ્રામજનોએ 'જનતા રેડ' કરી હતી. ગ્રામજનોએ લીઝ સંચાલક પર નિર્ધારિત હદ બહાર અને રાત્રી દરમિયાન રેતી ખનન કરવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. ઓરસંગ નદી રેતી માફિયાઓ માટે એક મહત્વપૂર્ણ સ્ત્રોત બની છે, જ્યાં કાયદેસર અને ગેરકાયદેસર બંને રીતે રેતી ખનન પ્રવૃત્તિઓ ચાલે છે. ગૈડીયા ગામે લીઝ સંચાલક દ્વારા હદ બહાર અને કેટલીકવાર રાત્રી દરમિયાન પણ ગેરકાયદેસર ખનન કરાતું હોવાના આક્ષેપો ઘણા સમયથી થઈ રહ્યા હતા. આ આક્ષેપોને પગલે આજે સવારે ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને નદીમાં ચાલતું રેતી ખનન તાત્કાલિક બંધ કરાવી દીધું હતું. આ 'જનતા રેડ' દ્વારા ગ્રામજનોએ રેતી ખનન પ્રવૃત્તિઓ સામે પોતાની નારાજગી અને વિરોધ વ્યક્ત કર્યો હતો. ગામના યુવક અલ્પેશ રાઠવાએ જણાવ્યું હતું કે, લીઝ માફિયાઓનું જોર એટલું વધી ગયું છે કે તેઓ આડેધડ રેતી ખનન કરે છે. કાયદેસર લીઝ હોવા છતાં, મશીનોનો ઉપયોગ ગેરકાયદેસર રીતે રેતી ભરવા માટે થાય છે. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આવે ત્યારે મશીનો હટાવી લેવાય છે અને તેઓ ગયા પછી ફરીથી ગેરકાયદેસર ખનન શરૂ થઈ જાય છે. તેમણે અધિકારીઓ દ્વારા ફોન ન ઉપાડવા અને કાર્યવાહી ન કરવા અંગે પણ ફરિયાદ કરી હતી. ગ્રામજનોએ 'જનતા રેડ' દરમિયાન ચાલુ હિટાચી મશીનોના વીડિયો પણ રેકોર્ડ કર્યા હોવાનું જણાવ્યું હતું. ગૈડીયા જૂથ ગ્રામ પંચાયતના તલાટી ચક્ષુલ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગ્રામજનો દ્વારા રેતી ખનન બાબતે મૌખિક જાણ કરવામાં આવતા સરપંચ, તલાટી અને ગ્રામજનો દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. ગેરકાયદેસર ખનન અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 9 ફેબ્રુઆરી, 2026ના રોજ ભૂસ્તર શાસ્ત્રીની કચેરી, કલેક્ટર, મામલતદાર બોડેલી અને ખાણ ખનીજ ઇન્સ્પેક્ટરને વોટ્સએપ, ટેલિફોન અને લેખિતમાં જાણ કરવામાં આવી છે અને ઓરસંગ નદીમાં થતા ગેરકાયદેસર રેતી ખનનને અટકાવવા કાર્યવાહી ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    ઉનાના ચકચારી દલિતકાંડમાં 5 આરોપી દોષિત:9 વર્ષ જૂના કેસમાં સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, પુરાવાના અભાવે અન્યને નિર્દોષ જાહેર
    Next Article
    Priyanka Chopra turns heads at Vanity Fair Oscars Party; fans say her after-party look topped the red carpet

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment