Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રણેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ:બહુચરાજીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનના આપઘાત, નીચલી કોર્ટના નિર્ણય સામે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી મંજૂર

    10 hours ago

    મહેસાણા બહુચરાજી તાલુકાના રણેલા ગામના યુવાન સંદીપ પટેલે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાની ઘટનામાં એક મહત્વનો વળાંક આવ્યો છે. આ કેસમાં પકડાયેલા ત્રણ આરોપીઓના રિમાન્ડ નીચલી કોર્ટે અગાઉ ફગાવી દીધા હતા, પરંતુ મહેસાણા સેશન્સ કોર્ટે સરકાર પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી ત્રણેય આરોપીઓને બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે. નીચલી કોર્ટના નિર્ણય સામે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી આ કેસની વિગત મુજબ રણેલા ગામના સંદીપ પટેલે વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને ધાકધમકીથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી બહુચરાજી જે.એમ.એફ.સી. કોર્ટમાં રજૂ કર્યા હતા. જોકે તે સમયે કોર્ટે આરોપીઓની રિમાન્ડ અરજી ફગાવી દીધી હતી. નીચલી કોર્ટના આ નિર્ણય સામે સરકાર પક્ષ દ્વારા મહેસાણા સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા મહેસાણા સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર દવેએ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, આત્મહત્યા જેવી ગંભીર ઘટના પાછળના કારણો અને વ્યાજખોરીના નેટવર્કની ઊંડી તપાસ માટે આરોપીઓની કસ્ટોડિયલ પૂછપરછ અત્યંત આવશ્યક છે. સરકારી વકીલની આ દલીલોને ધ્યાને રાખીને સેશન્સ જજ એમ.એફ. ખત્રીએ રિવિઝન અરજી મંજૂર કરી હતી અને ત્રણેય આરોપીઓને બે દિવસના રિમાન્ડ પર પોલીસને સોંપવા હુકમ કર્યો હતો. આ ચુકાદાને પગલે હવે પોલીસ આરોપીઓની સઘન પૂછપરછ કરી વ્યાજખોરીના આ પ્રકરણમાં વધુ વિગતો બહાર લાવશે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    કિંજલ રબારીનો નવો VIDEO:ગેસ લાઇન-સિલિન્ડર કનેક્શનને લઈને મોટા સમાચાર; પતિએ મિત્રો પાસે કરાવ્યો પત્ની પર ગેંગરેપ, પોલીસ પર પથ્થર-બ્લોકથી હુમલો
    Next Article
    RSS હવે લોકો સુધી પહોંચશે:ગુજરાતમાં બે પ્રાંતની જગ્યાએ 3 ભાગ બનશે, ગૃહ સંપર્ક અભિયાનમાં મુસ્લિમ અને ખ્રિસ્તી ઘરોનો પણ સંપર્ક કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment