Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ભૂત બંગલા'માત્ર હોરર-કોમેડી નહીં, પણ રહસ્યોનો ખજાનો!:રાજપાલ યાદવે કહ્યું, 'હું ક્યારેય પ્રિયદર્શન સર પાસેથી ફિલ્મની સ્ક્રિપ્ટ માગતો નથી'

    2 days ago

    તાજેતરમાં જ અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટીઝર રિલીઝ થયું છે. ફિલ્મમાં અક્ષય અને પરેશ રાવલ ઉપરાંત રાજપાલ યાદવ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. અક્ષય કુમાર, રાજપાલ યાદવ અને ડિરેક્ટર પ્રિયદર્શનની ત્રિપુટી અગાઉ 'ભૂલ ભુલૈયા' ફિલ્મમાં સાથે કામ કરી ચૂકી છે. ત્યારે રાજપાલ યાદવનું કહેવું છે કે, ''ભૂત બંગલા'ની વાર્તા માત્ર એક હોરર કોમેડી નથી, પરંતુ રહસ્યોથી ભરેલી દુનિયા છે. ટીઝરમાં બતાવવામાં આવેલ ‘વધુસુર’ અને મંગલપુરની હવેલી ખરેખર તે મોટા રહસ્યની માત્ર એક ઝલક છે.' લગભગ 25 વર્ષની કારકિર્દીમાં સેંકડો પાત્રો ભજવી ચૂકેલા રાજપાલ પોતાને આજે પણ વિદ્યાર્થી જ માને છે. તેઓ કહે છે કે, ‘જ્યારે અભિનેતા પાત્રની વિચારસરણીને સમજી જાય છે, ત્યારે તેની બોડી લેંગ્વેજ આપમેળે બદલાઈ જાય છે. હું ક્યારેય કોઈની નકલ કરતો નથી.' 'પ્રિયદર્શન સર સાથે કામ કરવું એ મનોરંજનનું વિજ્ઞાન ભણવા જેવું છે' રાજપાલ કહે છે કે, ‘પ્રિયદર્શન સાથે મારો સંબંધ બે દાયકાથી પણ જૂનો છે. મેં ક્યારેય તેમને સ્ક્રિપ્ટ પણ પૂછી નથી. જ્યારે પણ તેમનો ફોન આવે છે, ત્યારે તેઓ ફક્ત એટલું જ કહે છે- "રાજપાલ, આવવાનું છે..." તો હું કંઈપણ પૂછ્યા વિના સેટ પર પહોંચી જાઉં છું. આ ફિલ્મમાં હોરર અને કોમેડી બંને છે. પ્રિયદર્શન સર સાથે કામ કરવું એ કોઈ યુનિવર્સિટીમાં મનોરંજનનું વિજ્ઞાન ભણવા જેવું છે. જ્યાં દરેક અભિનેતા વિદ્યાર્થી હોય છે.' '‘છોટા પંડિત’ પછી મારું નવું પાત્ર પણ દર્શકોને ગમશે' 'ભૂલ ભુલૈયા' પછી 'છોટા પંડિત'ના નામથી પણ લોકપ્રિયતા મળી. આ અંગે રાજપાલનું કહેવું છે કે, ‘કોઈ દબાણ અનુભવાતું નથી. એક કલાકાર માટે દરેક પાત્ર ‘રસગુલ્લા’ જેવું હોય છે, નાનું હોય કે મોટું તેનો સ્વાદ મીઠો જ હોય છે. ‘ભૂત બંગલા’માં પણ મારું પાત્ર ઝીણવટપૂર્વક ઘડવામાં આવ્યું છે અને પ્રિયદર્શન સરે તેમાં સામાન્ય માણસના એવા શેડ્સ આપ્યા છે, જેનાથી દર્શકો સરળતાથી જોડાઈ શકશે અને પસંદ પણ કરશે.' ‘ભૂત બંગલા’ની હવેલીનું આર્કિટેક્ચર જ ડર પેદા કરે છે રાજપાલના કહેવા મુજબ, 'કોઈપણ ફિલ્મમાં લોકેશન માત્ર એક જગ્યા નથી, પરંતુ એક પાત્ર હોય છે. જ્યાં 'ભૂલ ભુલૈયા'ની હવેલીમાં રાજપૂતાના ઠાઠ અને રહસ્યનું વાતાવરણ હતું, ત્યાં 'ભૂત બંગલા'ની હવેલીનું આર્કિટેક્ચર અને અંધારું પોતાનામાં એક અલગ પ્રકારનો ડર પેદા કરે છે. પ્રિયદર્શન સરે તેને બ્યુટીફુલ હોરરની જેમ ટ્રીટ કર્યું છે, જેનાથી દર્શકોને લાગશે કે તેઓ પોતે તે બંગલાની અંદર હાજર છે.' અક્કી પાજી સાથે કામ કરવું હંમેશા રોલર કોસ્ટર જેવું અક્ષય સાથે ફરીથી કામ કરવા વિશે રાજપાલ કહે છે કે, ‘અક્કી પાજીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ દરેક સમયે લાઇવ એક્ટર જેવા રહે છે. કેમેરા ચાલુ હોય કે બંધ, સેટ પર તેમનું એનર્જી લેવલ તે જ રહે છે. શોટની વચ્ચે પણ બંને કલાકારો સતત રિહર્સલ કરતા રહે છે અને સીનમાં નાના-નાના ઇમ્પ્રુવાઇઝેશન ઉમેરે છે, જેથી સીન વધુ જીવંત બની શકે. અક્ષય સાથે કામ કરવું હંમેશા રોલર કોસ્ટર જેવો અનુભવ હોય છે.’
    Click here to Read More
    Previous Article
    Amit Shah on Congress LIVE : असम में गरजे अमित शाह, कांग्रेस पर किया करारा वार! | Assam
    Next Article
    પૂર્વ PM દેવગૌડાએ રાહુલના પ્રદર્શનની ટીકા કરી:સોનિયાને પત્ર લખીને કહ્યું- સંસદની સીડીઓ પર ચા-નાસ્તો કરવો તેની ગરિમા ખરડાય છે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment