Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચિત્ર-સંગીતના બેરોજગાર શિક્ષકોનો ગાંધીનગરમાં હુંકાર:કાયમી ભરતી કરવા શિક્ષણ મંત્રીને ઉગ્ર રજૂઆત, વિધાનસભા ગેટ પાસે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

    1 week ago

    રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વર્ષોથી ખાલી પડેલી ચિત્ર અને સંગીત શિક્ષકોની જગ્યાઓ ભરવા માટે બેરોજગાર ઉમેદવારોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી એકઠા થયેલા શિક્ષિત બેરોજગારોએ શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ કાયમી સીધી ભરતી કરવા ઉગ્ર રજૂઆત કરી હતી. ચિત્ર-સંગીત શિક્ષકોની જગ્યાઓ ભરવા આવેદન આપી રજૂઆત સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વર્ષોથી ખાલી પડેલી ચિત્ર અને સંગીત શિક્ષકોની જગ્યાઓ ભરવા માટે બેરોજગાર ઉમેદવારોએ આજે વધુ એક વખત સરકારને આવેદન આપી રજૂઆત કરી છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ભારત સરકારની નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં કલા, સંગીત અને શારીરિક શિક્ષણને મુખ્ય વિષયોની સમકક્ષ ગણવામાં આવ્યા છે. તેમ છતાં ગુજરાતની અનેક સરકારી શાળાઓમાં આ વિષયો માટે કાયમી શિક્ષકોની નિમણૂક કરવામાં આવી નથી. હજારો યુવાનો લાંબા સમયથી ભરતીની રાહ જોઈ રહ્યા છે જે નીતિના મૂળ ઉદ્દેશ્યો સામે સવાલ ઊભા કરે છે. ઉમેદવારોની મુખ્ય માંગણીઓ છે કે, ATD અને સંગીત વિશારદ જેવી લાયકાત ધરાવતા હજારો યુવાનો લાંબા સમયથી ભરતીની રાહ જોઈ રહ્યા છે. ભરતીમાં વિલંબને કારણે અનેક ઉમેદવારો વયમર્યાદા વટાવી રહ્યા છે. હાલમાં પ્રવાસી શિક્ષકો કે વૈકલ્પિક વ્યવસ્થાથી કામ ચલાવવામાં આવે છે. જો કાયમી શિક્ષકોની નિમણૂક થાય તો જ શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થઈ શકે. વિધાનસભા ગેટ આગળ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓમાં છુપાયેલી કલા સંગીતની શક્તિને યોગ્ય માર્ગદર્શન આપવા માટે નિષ્ણાત અને કાયમી શિક્ષકોની હાજરી અનિવાર્ય છે. ઉમેદવારોએ શિક્ષણ મંત્રીને વિનંતી કરી છે કે લાખો વિદ્યાર્થીઓના હિતમાં અને NEP 2020 ના પાયાના સિદ્ધાંતોને અનુસરીને રાજ્યની શાળાઓમાં સત્વરે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે. ખાસ કરીને કાયમી સીધી ભરતી માટેના નિયમો વહેલી તકે જાહેર કરવામાં આવે નહીં તો ચાલુ બજેટ સત્ર દરમિયાન વિધાનસભા ગેટ આગળ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે.
    Click here to Read More
    Previous Article
    રોજગારીના ધામ સુરતમાં 'ચૂલા' ઠર્યા, હજારોની હિજરત:ગેસની અછત-મોંઘવારીએ શ્રમિકોને વતન જવા મજબૂર કર્યા, કહ્યું-ફ્લેટમાં ચૂલો સળગાવવા દેતા નથી, જમવું શું?
    Next Article
    માનવતાની સાચી ઇબાદત:રમજાન માસમાં જૂનાગઢના પરિવારે 3 લોકોને નવજીવન આપી ખિદમત-એ-ખલ્કનું ઉદાહરણ પૂરું પાડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment