Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુટ્યુબર અનુરાગ ડોભાલની હાલત ફરી બગડી:દેહરાદૂન લઈ જતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થઈ, મેનેજરે કહ્યું- 'જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય છે'

    11 hours ago

    'બિગ બોસ'નો પૂર્વ સ્પર્ધક અને યુટ્યુબર અનુરાગ ડોભાલની તબિયત ફરી એકવાર ગંભીર બની ગઈ છે. થોડા દિવસો પહેલા અનુરાગે ઇન્સ્ટાગ્રામ લાઇવમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અનુરાગ રોડ અકસ્માતનો ભોગ બન્યો હતો. તેને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુટ્યુબરની હાલત નાજુક 13 માર્ચે તબિયતમાં સુધારો થયા બાદ તેને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, પરંતુ દેહરાદૂન શિફ્ટ કરતી વખતે રસ્તામાં જ તેની તબિયત ફરી બગડી હતી. તેને ફરીથી નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. અનુરાગના મેનેજર રોહિત પાંડેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આ અંગેની માહિતી આપી છે. તેણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં અનુરાગ એમ્બ્યુલન્સમાં છે અને તેને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યો છે. મેનેજરે જણાવ્યું કે, 'ડોકટરોએ સ્થિતિ સ્થિર જોઈને ડિસ્ચાર્જ આપ્યો હતો, પરંતુ ઘરે લઈ જતી વખતે અચાનક તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી.' 'હાલત નાજુક, પ્રાર્થનાની જરૂર' મેનેજર રોહિત પાંડેએ સોશિયલ મીડિયા પર અપડેટ આપતા લખ્યું, 'ગઈકાલે અનુરાગ ભાઈની હાલત સ્થિર હતી, તેથી અમે તેમને દેહરાદૂન લઈ જઈ રહ્યા હતા. પરંતુ કમનસીબે રસ્તામાં જ તેમની તબિયત બગડી ગઈ. તેઓ હાલ પોતાની જીંદગી માટે લડી રહ્યા છે.' 'તેમને તાત્કાલિક સારવારની જરૂર હતી, તેથી અમે તેમને નજીકની હૉસ્પિટલમાં દાખલ કર્યા છે.' મેનેજરે ચાહકોને તેમના માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે. આત્મહત્યાના પ્રયાસમાં ફેફસાં ડેમેજ થયા અનુરાગ ડોભાલની આ હાલતનું કારણ થોડા દિવસો પહેલા થયેલો એક ભયાનક અકસ્માત છે. ઇન્સ્ટાગ્રામ પર લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન તેણે પૂરપાટ ઝડપે કાર ડિવાઇડર સાથે અથડાવી દીધી હતી. આ અકસ્માતમાં અનુરાગના હિપના હાડકાં તૂટી ગયા હતા અને તેના ફેફસાં પણ ખરાબ રીતે ડેમેજ થઈ ગયા હતા. ઇજાઓને કારણે તેને ન્યુમોનિયા પણ થયો છે, જેનાથી શ્વાસ લેવાની સમસ્યા વધુ વધી ગઈ છે. પરિવાર પર ટોર્ચરનો આરોપ લગાવ્યો હતો આ વિવાદની શરૂઆત થોડા દિવસો પહેલા થઈ હતી, જ્યારે અનુરાગે ઇન્સ્ટાગ્રામ પર મોટી ભાવનાત્મક પોસ્ટ કરી હતી. 3 માર્ચે તેણે લખ્યું હતું કે, તેને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવી રહ્યો છે. અનુરાગે વીડિયોમાં દાવો કર્યો હતો કે, 'મારાથી મારો પરિવાર, પૈસા અને સંબંધો બધું છીનવી લેવામાં આવ્યું છે. જો મને કંઈ થાય છે, તો તેના માટે મારા મમ્મી, પપ્પા અને ભાઈ જવાબદાર હશે.' આંતર-જાતિ લગ્ન બન્યા વિવાદનું કારણ અનુરાગે તેના છેલ્લા વ્લોગમાં જણાવ્યું હતું કે, રિતિકા સાથેના તેના આંતર-જાતિ લગ્નને લઈને પરિવાર ખુશ ન હતો. તેણે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ ઘરના સભ્યો લગ્નમાં સામેલ થયા નહીં. અનુરાગનું કહેવું હતું કે, તેને ન તો માતા-પિતાનો પ્રેમ મળ્યો અને ન તો ભાઈનો.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 938 અંક ચઢીને 75,502 પર બંધ:નિફ્ટી પણ 257 અંક ચઢ્યો, ઓટો અને પ્રાઇવેટ બેંક શેર્સમાં સૌથી વધુ તેજી રહી
    Next Article
    કેનેડામાં ખાલિસ્તાનીઓએ હિંદુ યુવકને માર માર્યો:ગાળો આપી, યૂરિન પીવાનું કહ્યું; યુટ્યુબર નેન્સી ગ્રેવાલની હત્યા બાદ VIDEO સામે આવ્યો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment