Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરાછામાં ‘ડિઝાઇન યોર ડેસ્ટિની’ સેમિનારનું આયોજન:વરાછામાં ડો. મોહિત ગુપ્તાએ મેડિટેશન અને દ્રઢ મનોબળ દ્વારા જીવન પરિવર્તનનો માર્ગ ચીંધ્યો

    14 hours ago

    બ્રહ્માકુમારી સંસ્થાની વરાછા રોડ શાખા દ્વારા ઉગમ નગર ખાતે ‘ડિઝાઇન યોર ડેસ્ટિની’ વિષય પર એક ભવ્ય સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત 3 મિનિટની પ્રભુસ્તુતિ અને ઓમ ધ્વનિના પવિત્ર નાદ સાથે કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણમાં શાંતિ પ્રસરી ગઈ હતી. ઉપસ્થિત મહેમાનોનું સ્મૃતિભેટ, પવિત્ર પુસ્તકો અને ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. સંકલ્પ શક્તિ અને મેડિટેશનનું મહત્વ મુખ્ય વક્તા તરીકે દિલ્હીની શ્રીપંત મેડિકલ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ અને આંતરરાષ્ટ્રીય TEDx સ્પીકર ડો. મોહિત ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વસ્તરે 18 ગોલ્ડ મેડલ અને 5 સિલ્વર મેડલ મેળવનાર ડો. ગુપ્તાએ જણાવ્યું કે, જીવનની તમામ સિદ્ધિઓનો આધાર ‘સંકલ્પ શક્તિ’ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે મેડિટેશન દ્વારા વિચારોની ગુણવત્તા સુધારી શકાય છે અને પ્રબળ ઈચ્છાશક્તિ દ્વારા કોઈપણ સંઘર્ષનું સમાધાન શક્ય છે. આધ્યાત્મિક જીવનશૈલી અપનાવવા અનુરોધ વરાછા સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી તૃપ્તિબેને સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે સાત્વિકતા અને સાદગી જ સાચી આધ્યાત્મિકતા છે. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય ડો. મોહિત ગુપ્તા, બ્ર. કુ. તૃપ્તિબેન, ડિસ્ટ્રિક્ટ જજ મિખીયા, એડવોકેટ કિશોરભાઈ, જી.વી. એક્સપોર્ટના માલિક વિઠ્ઠલભાઈ અને પૂર્વ મેયર અસ્મીતાબેન શિરોયા જેવા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. અંતમાં તમામ ભાવિકોએ બ્રહ્માભોજનનો પ્રસાદ લીધો હતો અને બી.કે. કૃપાલીબેને આભારવિધિ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં પ્રેમલગ્ન કરનાર પરિણીતા પર ગેંગરેપ:રત્નકલાકાર પતિએ ઘરમાં દારૂની મહેફિલ બાદ પત્નીને 3 મિત્રને સોંપી દીધી; મોઢું ખોલ્યું તો લાશ પણ નહીં મળેની ધમકી
    Next Article
    નવસારી SPએ પત્ની સાથે દિવ્યાંગ બાળકોને ભોજન પીરસ્યું:મમતા મંદિર શાળાના 450 બાળકો માટે સ્નેહભોજનનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment