Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેઉ પગાર કેન્દ્ર શાળામાં વિદ્યાર્થીઓએ આનંદમેળો યોજ્યો:વ્યાપારિક કૌશલ્ય અને ટીમ વર્કનો વિકાસ થયો

    3 days ago

    મેઉ પગાર કેન્દ્ર શાળામાં શનિવારે, 14 માર્ચ 2026 ના રોજ, વિદ્યાર્થીઓમાં વ્યાપારિક કૌશલ્ય અને ટીમ વર્કની ભાવના કેળવવાના હેતુથી 'આનંદમેળા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં નાના બાળકોથી લઈને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ આનંદમેળાનું મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા 40 જેટલા ફૂડ સ્ટોલ હતા. વર્ગશિક્ષકોના માર્ગદર્શન હેઠળ, બાળકોએ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ રજૂ કરી હતી. સ્ટોલ પર પાણીપુરી, દાબેલી, સેવ ખમણી, સમોસા, વડાપાઉં જેવા ચટાકેદાર નાસ્તા ઉપલબ્ધ હતા. આ ઉપરાંત, લસ્સી, બદામ શેક, લીંબુ શરબત, ઓરેન્જ જ્યૂસ અને છાશ જેવા તાજગીસભર પીણાં પણ પીરસવામાં આવ્યા હતા. લાઈવ ઢોકળા અને બટાકા પૌવા જેવી ગરમાગરમ વાનગીઓ પણ હતી. આ તમામ વાનગીઓ વ્યાજબી ભાવે વેચવામાં આવી હતી. ખાણી-પીણી ઉપરાંત, મેળામાં મનોરંજનની પણ વ્યવસ્થા હતી. શિક્ષક શૈલેષભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ધોરણ 1 ના નાના બાળકો દ્વારા રખાયેલી '1 કા 5' રમત મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. શિક્ષક બિપીનભાઈ નાયી દ્વારા સમગ્ર કાર્યક્રમની વિડિયોગ્રાફી કરવામાં આવી હતી. શાળાના આશરે 500 વિદ્યાર્થીઓ, તમામ શિક્ષકો અને મોટી સંખ્યામાં વાલીઓએ મેળામાં હાજરી આપી હતી. શાળાના આચાર્ય સુનીલભાઈ પટેલે સફળ આયોજન બદલ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને SMC સભ્યો તથા વાલીઓનો આભાર માન્યો હતો. સુદ્રઢ આયોજન અને સહકારને કારણે આ આનંદમેળો અર્થપૂર્ણ અને આનંદદાયક રહ્યો. આવા કાર્યક્રમોથી બાળકોમાં ગણિત, વ્યવહારુ જ્ઞાન અને સામાજિકતાના ગુણોનો વિકાસ થાય છે.
    Click here to Read More
    Previous Article
    બ્રહ્માકુમારીઝ કાંકરિયાએ સ્વાસ્થ્ય જાગૃતિ શિબિર યોજી:કેન્સરની ઓળખ અને આંખોની સંભાળ પર માર્ગદર્શન અપાયું
    Next Article
    કરમસદ-આણંદ મનપાનું 1115.06 કરોડનું બજેટ રજૂ:2026-27 માટે 42.95 કરોડની પુરાંત સાથે વિકાસલક્ષી જોગવાઈઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment