Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરમસદ-આણંદ મનપાનું 1115.06 કરોડનું બજેટ રજૂ:2026-27 માટે 42.95 કરોડની પુરાંત સાથે વિકાસલક્ષી જોગવાઈઓ

    19 hours ago

    કરમસદ-આણંદ મહાનગરપાલિકાનું વર્ષ 2026-27 માટેનું રૂ. 1115.06 કરોડનું બજેટ મનપા કમિશનર મિલિંદ બાપના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં રૂ. 42.95 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે, જે ગત વર્ષના બજેટ કરતાં 5.66 ટકા વધુ છે. બજેટમાં કુલ રૂ. 901.21 કરોડના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે. વિકાસને પ્રાથમિકતા આપતા, શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા માટે રૂ. 175.34 કરોડની જોગવાઈ કરાઈ છે. વિવિધ વિકાસ કાર્યો માટે કુલ રૂ. 549.67 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અંતર્ગત ચિખોદરા ચોકડીથી વલાસણ સુધીના માર્ગને ગ્રીન રિંગ રોડ તરીકે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત, શહેરના 100 ફૂટ અને 80 ફૂટના મુખ્ય માર્ગોને ડસ્ટ ફ્રી રોડ તરીકે વિકસાવવાની યોજના પણ રજૂ કરાઈ છે. સામાજિક સુવિધાઓને પણ બજેટમાં પ્રાધાન્ય અપાયું છે. દિવ્યાંગજનો માટે સુગમ્ય ઉદ્યાન વિકસાવવાની યોજના છે. સરદાર પટેલ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર અને ગુજરાત ગૌરવ પાર્ક તરીકે એક આઇકોનિક થીમ પાર્કનું નિર્માણ પણ કરાશે. શહેરમાં ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે બે નવા ઓપન જિમ બનાવવામાં આવશે. સામરખા ચોકડી પાસે નવીન ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન પણ બજેટમાં સામેલ છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની જાહેરાત કરાઈ છે. આણંદના અટલ ચોક અને APC સર્કલ પર નવા ફ્લાયઓવર બ્રિજ બનાવાશે. ગીતા સર્કલથી યોગી સર્કલ મોગરી સુધી ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવાની પણ યોજના છે. ખેલકૂદના વિકાસ માટે શહેરમાં નવા ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણની પણ જાહેરાત કરવામાં આવી છે. આ અને આવા અનેક વિકાસ પ્રોજેક્ટ્સ દ્વારા કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ શહેરના સર્વાંગી વિકાસ તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ પ્રસંગે ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા સમગ્ર મહાનગરના સર્વાંગી વિકાસ માટે કામગીરી થઈ રહી છે. તેમણે મનપા કમિશનર મિલિંદ બાપનાને અભિનંદન પાઠવ્યા હતા. આ બજેટ રજૂઆત દરમિયાન મનપાના ડેપ્યુટી કમિશનર નિલાક્ષ મકવાણા અને એસ.કે. ગરવાલ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મેઉ પગાર કેન્દ્ર શાળામાં વિદ્યાર્થીઓએ આનંદમેળો યોજ્યો:વ્યાપારિક કૌશલ્ય અને ટીમ વર્કનો વિકાસ થયો
    Next Article
    હવે લોકોના ‘અગ્નિસંસ્કાર’ પણ મોંઘા, રૂ.1100 ચૂકવવા પડશે:સુરતમાં રામનાથ ઘેલા સહિતના સ્મશાનોને મફતમાં મળતો ગેસ પૂરવઠો બંધ; રોજના 20થી 25 અગ્નિદાહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment