Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રબને બના દી જોડી!:વર બંને પગે દિવ્યાંગ, વધૂ બોલી-સાંભળી નથી શકતી; ઉદયપુરમાં દેશભરમાંથી આવેલા દિવ્યાંગોનાં અનોખાં 'ડેસ્ટિનેશન વેડિંગ'

    2 days ago

    જ્યારે અતૂટ આત્મવિશ્વાસ અને પ્રેમ મળે છે, ત્યારે શારીરિક ખામીઓ ગૌણ બની જાય છે. આવો જ એક હૃદયસ્પર્શી નજારો ઉદયપુરમાં જોવા મળ્યો. નારાયણ સેવા સંસ્થાનના 'સેવા મહાતીર્થ' પરિસર ખાતે રવિવારે 45મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. 51 કપલે એકબીજાનો હાથ પકડી નવી જિંદગીની શરૂઆત કરી હતી. આ લગ્નની ખાસિયત એ હતી કે તેમાં 25 યુગલો દિવ્યાંગ હતા. સમૂહ લગ્નમાં તેમાં 1 ઉત્તર પ્રદેશ, 1 બિહાર, 1 મધ્ય પ્રદેશ, 1 ગુજરાત અને 21 રાજસ્થાનના છે. સૌથી વધુ યુગલો ઉદયપુર અને પ્રતાપગઢ જિલ્લાના છે. અનોખી પ્રેમકહાનીઓ અને અતૂટ બંધન દેશના અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા આ દિવ્યાંગ યુગલોએ સાબિત કરી દીધું કે જીવનસાથી બનવા માટે શરીર નહીં પણ મનનું જોડાણ જરૂરી છે. લગ્ન મંડપમાં ભાવુક કરી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા. વ્હીલચેર પર સવાર થઈને આવેલી દુલ્હને જ્યારે એક આંખે દિવ્યાંગ એવા વરરાજાને વરમાળા પહેરાવી ત્યારે આખું આંગણું તાળીઓથી ગુંજી ઉઠ્યું હતું. એક મૂક-બધિર (બોલી કે સાંભળી ન શકતી) કન્યાએ બંને પગે વિકલાંગ વરરાજા સાથે લગ્ન કર્યા. શબ્દો વિના પણ તેમની આંખોમાં એકબીજા માટેનો વિશ્વાસ સ્પષ્ટ દેખાતો હતો. એક એવું પણ જોડું હતું જેમાં વરરાજાને એક હાથ નહોતો અને દુલ્હનને એક પગ. બંનેએ એકબીજાના પૂરક બનીને જીવનભર સાથે ચાલવાનું વચન આપ્યું. સારવારથી સ્વાવલંબન સુધીની સફર નારાયણ સેવા સંસ્થાન માત્ર લગ્ન કરાવીને અટકી નથી, પરંતુ આ નવદંપતીઓને પગભર કરવાનું કાર્ય પણ કર્યું છે. સંસ્થા દ્વારા અનેક દિવ્યાંગ યુવાનોની નિઃશુલ્ક ઓપરેશન અને સારવાર કરવામાં આવે છે. તેમને કમ્પ્યુટર, મોબાઈલ રિપેરિંગ અને સિલાઈ જેવા વ્યવસાયિક કૌશલ્યો શીખવવામાં આવ્યા. આ તાલીમને કારણે આજે આ યુગલો આત્મનિર્ભર બની સન્માનપૂર્વક જીવન જીવવા સજ્જ છે. સંસ્થાના પ્રતિનિધિએ કહ્યું- આ લગ્ન માત્ર એક સામાજિક પ્રસંગ નથી, પરંતુ દિવ્યાંગો પ્રત્યે સમાજની દ્રષ્ટિ બદલવાનો એક પ્રયાસ છે. જ્યારે બે વ્યક્તિઓ એકબીજાની ખામીઓને સ્વીકારીને શક્તિ બને છે, ત્યારે તે સાચું લગ્નજીવન છે. જુઓ સમૂહ લગ્નનાં PHOTOS મૂકબધિર રાજકુમારી અને ઈ-મિત્ર સંચાલક રાજેશની પ્રેમ કહાણી મધ્ય પ્રદેશના મુરૈનાથી આવેલા રાજેશ બંને પગે દિવ્યાંગ છે. તેઓ ઈ-મિત્ર ચલાવે છે. એક સામાજિક કાર્યક્રમમાં તેમની મુલાકાત ભીંડ નિવાસી રાજકુમારી સાથે થઈ, જે બોલી અને સાંભળી શકતી નથી. આજે બંને પતિ-પત્ની બની ગયા. પ્રતાપગઢના નેત્રહીન રામલાલ મીણાના લગ્ન લછુ સાથે થયા. સાપ કરડવાને કારણે લછુનો એક હાથ ખરાબ થઈ ગયો હતો. લછુ કહે છે કે તેઓ રામલાલની આંખો બનશે અને રામલાલ તેમનો સહારો બનશે. સંસ્થાએ ઘર વસાવવા માટેનો સંપૂર્ણ સામાન આપ્યો સંસ્થાના અધ્યક્ષ પ્રશાંત અગ્રવાલે જણાવ્યું કે- નવવિવાહિત યુગલોને નવું જીવન શરૂ કરવા માટે ઘરની જરૂરિયાતનો તમામ સામાન ભેટમાં આપવામાં આવ્યો. તેમાં પલંગ, બિસ્તર, વાસણો, ગેસ ચૂલો, પંખો અને ઘડિયાળ જેવી વસ્તુઓ સામેલ હતી. સાથે જ કન્યાદાન સ્વરૂપે ઘરેણાં અને કપડાં પણ આપવામાં આવ્યા. ધામધૂમથી જાન અને ભાવુક વિદાય ઢોલ-ધમાકા સાથે રવિવારે સવારે 10 વાગ્યે તોરણની વિધિ થઈ. બપોરે વરમાળાના સમયે સમગ્ર પરિસરમાં ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો. સંસ્થાના સ્થાપક પદ્મશ્રી કૈલાશ 'માનવ' અને કમલા દેવીએ યુગલોને આશીર્વાદ આપ્યા.
    Click here to Read More
    Previous Article
    Harish Rana Case Story : हरीश राणा की अंतिम विदाई देख रो पड़ेंगे ... ! | Harish Rana Euthanasia
    Next Article
    સંસ્કૃત ભવનના અધ્યક્ષનો રાષ્ટ્રીય સંશોધન પ્રોજેક્ટ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં સોશિયલ સાયન્સ ક્ષેત્રે 10 લાખની સૌથી મોટી ગ્રાન્ટ મંજૂર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment