Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'તમે કોલેજમાંથી બહાર નીકળો એટલે તમારા ટાંટિયા તોડી નાખીશું':સાવરકુંડલાની વી.ડી. ઘેલાણી કોલેજમાં ભાજપ-આપના નેતાઓની ધમકી, જુ.ક્લાર્કની ભરતીમાં સેટિંગ થતું હોવાનો આક્ષેપ

    14 hours ago

    અમરેલી જિલ્લાના સાવરકુંડલાની વી.ડી. ઘેલાણી મહિલા કોલેજમાં જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા દરમિયાન વિવાદ સર્જાયો છે. ભાજપના નગરપાલિકા સદસ્ય, આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અને તેમના પુત્રએ કોલેજમાં જઇને તમે પૈસા લઇને પાસ કરો છો કહીને ટાંટિયા તોડી નાખવાની ધમકી આપતા ત્રણેય સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પરીક્ષા શરૂ થવાના સમયે બોલાચાલી કરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં કોલેજના ટ્રસ્ટી ચંદ્રિકાબેન ગિરીશભાઈ કામદારે નોંધાવેલી ફરિયાદ મુજબ સાવરકુંડલાની વી.ડી. ઘેલાણી મહિલા કોલેજમાં જુનિયર ક્લાર્કની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે કોલેજ વહીવટ મંડળ અને ટ્રસ્ટીઓ કાર્યરત હતા. આ દરમિયાન પરીક્ષા શરૂ થવાના સમયે કોલેજની લોબીમાં આરોપી ધર્મેન્દ્ર મહેતા (ભાજપના નગરપાલિકાના સદસ્ય), જગદીશ ઠાકોર (આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ) અને જગદીશ ઠાકોરનો પુત્ર બોલાચાલી કરતા જોવા મળ્યા હતા. કોલેજે પરીક્ષાનું સેટિંગ કરી લીધું હોવાના આક્ષેપ ચંદ્રિકાબેન કામદારે ફરિયાદમાં જણાવ્યું છે કે, પરીક્ષા શરૂ થવાની તૈયારી હતી ત્યારે આરોપીઓ કોલેજમાં આવીને કોલેજ મેનેજમેન્ટ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જાહેરમાં બૂમો પાડીને કહ્યું કે, ‘તમે આ પરીક્ષામાં મોટું સેટિંગ કરી લીધું છે, તમે પૈસા ખાધા છે અને કઈ દીકરીને પાસ કરવી તે અગાઉથી નક્કી કરી લીધું છે’, કહીને ધાક ધમકી આપતા હતા. આ દરમિયાન અમે સિક્યુરિટી મારફતે તેમને બહાર મોકલ્યા હતા. પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને ઉશ્કેર્યા જોકે, પરીક્ષા પૂર્ણ થયા બાદ આ ત્રણેય આરોપીઓ ફરીથી કોલેજની લોબીમાં આવ્યા હતા અને ત્યાં હાજર પરીક્ષાર્થીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે, ‘આ ખોટી પરીક્ષા છે, પસંદગી પહેલેથી જ થઈ ગઈ છે અને તેમની મહેનત પાણીમાં જશે, આ પરીક્ષા માત્ર એક નાટક છે.’ શૈક્ષણિક વાતાવરણમાં આ પ્રકારના નકારાત્મક પ્રચારથી પરીક્ષાર્થીઓમાં પણ ગભરાટ અને અસમંજસની સ્થિતિ પેદા થઈ હતી. કોલેજમાં જઇને ટાંટિયા તોડી નાખવાની ધમકી આરોપીઓ વિદ્યાર્થીઓને ઉશ્કેરતા હોવાથી ટ્રસ્ટીઓ અને અન્ય લોકોએ આ નેતાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે, ‘જો તમારી પાસે કોઈ નક્કર પુરાવા હોય અથવા રજૂઆત હોય, તો અમારા મંડળને લેખિતમાં આપો, અમે તેની તપાસ કરીશું'. આ દરમિયાન આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે ટ્રસ્ટીઓને ધમકાવતા કહ્યું કે, ‘તમે અમને ઓળખતા નથી, બહાર નીકળો એટલે તમારા ટાંટિયા ભાંગી નાંખીશું અને તમને જોઈ લઈશું.’ આરોપીઓ ભાજપ-આપના નેતા નોંધનીય છે કે આરોપી ધર્મેન્દ્રભાઈ મહેતા સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર 6ના ભાજપના સદસ્ય છે, જ્યારે જગદીશ ઠાકોર આમ આદમી પાર્ટીના સાવરકુંડલા શહેર પ્રમુખ છે. આ ત્રણેય સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી આ મામલે સાવરકુંડલા ઇન્ચાર્જ પી.આઇ. ચૌધરીએ જણાવ્યું કે, ધર્મેન્દ્ર મહેતા,જગદીશ ઠાકોર અને તેના પુત્ર સહિત ત્રણ લોકો સામે કોલેજના ટ્રસ્ટીએ ફરિયાદ આપી છે. પોલીસે આઈ.પી.સી.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે આરોપીઓની ધરપકડ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં 8 ફૂટ ઊંડા ખાડામાંથી શ્વાનનું રેસ્ક્યૂ:પાલિકા અને જીવદયા પ્રેમીઓએ સફળતાપૂર્વક બચાવ્યું
    Next Article
    બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી સંદર્ભે સિંગલ જજનો ચુકાદો:વચગાળાની વ્યવસ્થા બે અઠવાડિયા સુધી યથાવત; કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલા ચૂંટણી લડવા અયોગ્ય જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment