Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'તંત્ર પરિણામ ભોગવવા તૈયાર રહે, ઉગ્ર આંદોલન કરીશું':છ મહિનાથી હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરીથી સ્થાનિક વેપારીઓએ બાંયો ચઢાવી, તમામ દુકાનો બંધ રાખીને વિરોધ કર્યો

    14 hours ago

    અમદાવાદના ખોખરા અને CTM સાથે જોડતા વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં બાકીના બે સ્પાન તોડવાના અસહ્ય વિલંબને લઈને હાટકેશ્વર વિસ્તારના તમામ શોપધારકો અને દુકાનદારો દ્વારા બંધ પાળવામાં આવ્યું છે. તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ કરવા સાથે રોજ થતો ટ્રાફિક જામ અવરજવરમાં પડતી ભારે હાલાકીઓ અને દિવસ-રાત કાટમાળના ઉડતા ધૂળ રજકણો અને સેપટના છવાતા આવરણોથી ત્રસ્ત થઈ સંપુર્ણ બંધ પાળવાની જાહેરાત કરીને આજે 16 માર્ચે વિસ્તારની તમામ દુકાનો બંધ કરવામાં આવી છે. છેલ્લાં છ મહિનાથી બ્રિજ તોડવાની કામગીરીથી સ્થાનિક વેપારીઓ ત્રાહિમામ હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી છેલ્લા છ મહિનાથી ચાલી રહી છે. આ કામગીરી ઝડપી પૂર્ણ કરવાની જગ્યાએ ધીમી ગતિએ કામગીરી ચાલી રહી હોવાથી સ્થાનિક વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાટકેશ્વર બ્રિજ તોડવા મામલે માર્ચ મહિના સુધીનો સમય હોવાનું જાણવા મળ્યું છે. ‘અમે હેરાન પરેશાન થઈ ગયા છીએ’ મહેન્દ્રસિંહ પરમાર નામના વેપારીએ જણાવ્યું હતું કે વર્ષ 2005 થી હું અહીંયા દુકાન ધરાવી વ્યાપાર ધંધો કરી રહ્યો છું. બ્રિજ તોડવાની કામગીરી એકદમ મંથર ગતિએ ચાલી રહી છે જેના કારણે થઈને હેરાન પરેશાન થઈ ગયા છીએ. ચૂંટણીમાં પરિણામ ભોગવવાની ચીમકી આપી જેને લઈને આજે 16 માર્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના વિરોધમાં વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવ્યું છે અને જો ઝડપથી આ કામગીરી પૂર્ણ નહીં થાય તો આગામી ચૂંટણીમાં પણ પરિણામ ભોગવવા માટેની ચીમકી વ્યાપારીઓએ ઉચ્ચારી છે. તમામ વેપારીઓએ શોપ બંધનું એલાન આપ્યું મળતી વિગત અનુસાર, તંત્રએ ઓવરબ્રિજ તોડવાનો જે કોન્ટ્રાક્ટ આપ્યો છે, તે ખાનગી કોન્ટ્રાક્ટર કે તેના દ્વારા કોઈ યોગ્ય બેરિકેડ કે આડશો મુકયા વિના અને દુકાનોની આસપાસ પસાર થતા અને તુટી ગયેલ રસ્તાઓ પર ઉડતી સેપટો કે ધુળ પર પાણીના ટેન્કરો દ્વારા કોઈ છંટકાવ ના કરાતા સ્વાસ્થ્ય સાથે કરવામાં આવી રહેલ ચેડા અને શરદી ઉધરસના દુકાનદારો તેમજ ઓવરબ્રિજની બન્ને બાજુ આવેલ રહેણાંક મકાનોમાં રહેતા નાગરિકોઓ ભોગ બનતા અને તંત્રને જગાડવા આજે શોપ બંધનું એલાન આપ્યું છે. ‘ફરીને જવું પડે છે અને વેપાર ધંધાને નુકસાન છે’ આ અંગે વેપારી અપૂર્વ પટેલે જણાવ્યું હતું કે મારી દુકાન આવેલી છે. ટ્રાફિકની સમસ્યા સર્જાઇ રહી છે. ફરીને જવું પડે છે અને વેપાર ધંધાને નુકસાન છે. બ્રિજ જલ્દીથી જલ્દી તોડવામાં આવે તને ટ્રાફિક માંથી મુક્તિ મળે અને કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી. ‘વેપારીઓને જાણી જોઈને હેરાન કરવામાં આવી રહ્યા છે’ જ્યારે દેવેન્દ્રભાઈ નામના વેપારીએ જણાવ્યું હતું કે, અમને વેપારીઓને જાણી જોઈને હેરાન કરવામાં આવી રહ્યા છે. કોઈને ક્યાંય પડી નથી હમણાં જો અહીંયા નરેન્દ્રભાઈ કે ભુપેન્દ્રભાઈ આવવાના હોય તો રોડ તાત્કાલિક બની જાય. કોઈપણ સામાન્ય વ્યક્તિ પણ બ્રિજ તોડી શકે એમ છે આ બ્રિજ ના કારણે હેરાનગતિ થઈ રહી છે ધૂળ ઊડી રહી છે ત્યારે બ્રિજના આસપાસ બેરીકેટિંગ કરી અને રોડ સારા કરી નાખો તો બધી તરફ જઈ શકે તેમ છે.
    Click here to Read More
    Previous Article
    Harish Rana Case Live : सबसे माफी मांगते हुए जाओ,हरीश को दुनिया से किया जा रहा विदा | Euthanasia
    Next Article
    ભરૂચમાં 8 ફૂટ ઊંડા ખાડામાંથી શ્વાનનું રેસ્ક્યૂ:પાલિકા અને જીવદયા પ્રેમીઓએ સફળતાપૂર્વક બચાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment