Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં વિશ્વકર્મા સમાજે હિન્દુ સંમેલન યોજ્યું:સંતો-આગેવાનોએ સનાતન સંસ્કૃતિ અને સામાજિક એકતાનું આહ્વાન કર્યું

    2 days ago

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે વડોદરાના ન્યુ.વી.આઈ.પી. રોડ, ખોડિયાર નગર સ્થિત માય શૈનન સ્કૂલ ખાતે વિશ્વકર્મા સમાજ વડોદરા દ્વારા હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રભક્તિ, સામાજિક એકતા અને સનાતન સંસ્કૃતિના સંરક્ષણ અંગે માર્ગદર્શન આપવાનો હતો. આ પ્રસંગે હિન્દુ ગુરુકુળ, લકુલીશધામ કાયાવરોહણના પરમ પૂજ્ય સ્વામી પ્રીતમમુનિજીએ આશીર્વચન પાઠવ્યા હતા. કાશી, વારાણસીના પરમ પૂજ્ય સ્વામી શ્રી રાજેશ્વરાચાર્યજીએ પોતાના પ્રવચનમાં સનાતન ધર્મના સિદ્ધાંતો અને હિન્દુ સમાજમાં એકતા જાળવવાના મહત્ત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. વડોદરા વિભાગના સંપર્ક વડા દયારામજી પાલે મુખ્ય વક્તા તરીકે સમાજમાં હિન્દુ સંસ્કૃતિ, કર્તવ્ય અને સંસ્કારો જાળવવા માટે સૌને પ્રેરિત કર્યા હતા. સંમેલનમાં બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના જનરલ સેક્રેટરી સજ્જનસિંહજી ચૌહાણ ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ ઉપરાંત, સમાજમાં એકતા, સ્વદેશી ભાવના અને પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન આજવા રોડના રાજપુત ક્ષત્રિય તલવારબાજી ગ્રુપ દ્વારા તલવારબાજીનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. બાળકો અને યુવાનોએ પરંપરાગત તલવારબાજીના વિવિધ કૌશલ્યો દર્શાવ્યા હતા. આ પ્રદર્શનનો હેતુ યુવાનોને આત્મરક્ષણ અને આત્મવિશ્વાસ વધારવા માટે આવી કળાઓનું મહત્ત્વ સમજાવવાનો હતો. આ ગ્રુપના આગેવાનોમાં સંતોષસિંહ પરમાર, મહેન્દ્રસિંહ રાજ, જસપાલસિંહ પુવાર અને નરેન્દ્રસિંહ રાજનો સમાવેશ થાય છે. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત તમામ શ્રોતાઓએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    સરકારી જમીન પર હીરા જોટવાનું ગેરકાયદે 'શિક્ષણ સામ્રાજ્ય':વેરાવળના સુપાસીમાં ગૌચરની જમીનને સરકારી ખરાબો ગણાવી દેવાઈ, તેના પર ઊભી થઈ અર્જુન એકેડમી; 1થી 12 ધોરણ માટે માત્ર 20 જ રૂમ!!
    Next Article
    બનાસકાંઠા LCBએ દારૂની હેરાફેરી ઝડપી પાડી:પાલનપુર તાલુકામાંથી ₹1.99 લાખનો મુદ્દામાલ જપ્ત, બે આરોપી પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment