Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છ મહિનાથી હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરીથી સ્થાનિક વેપારીઓ પરેશાન:વિસ્તારની તમામ દુકાનો બંધ રાખીને વિરોધ કર્યો, ટ્રાફિક જામ ને ઉડતી ધૂળથી લોકો ત્રસ્ત

    2 days ago

    અમદાવાદના ખોખરા અને CTM સાથે જોડતા વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં બાકીના બે સ્પાન તોડવાના અસહ્ય વિલંબને લઈને હાટકેશ્વર વિસ્તારના તમામ શોપધારકો અને દુકાનદારો દ્વારા બંધ પાળવામાં આવ્યું છે. તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ કરવા સાથે રોજ થતો ટ્રાફિક જામ અવરજવરમાં પડતી ભારે હાલાકીઓ અને દિવસ-રાત કાટમાળના ઉડતા ધૂળ રજકણો અને સેપટના છવાતા આવરણોથી ત્રસ્ત થઈ સંપુર્ણ બંધ પાળવાની જાહેરાત કરીને આજે 16 માર્ચે વિસ્તારની તમામ દુકાનો બંધ કરવામાં આવી છે. છેલ્લાં છ મહિનાથી બ્રિજ તોડવાની કામગીરીથી સ્થાનિક વેપારીઓ ત્રાહિમામ હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી છેલ્લા છ મહિનાથી ચાલી રહી છે. આ કામગીરી ઝડપી પૂર્ણ કરવાની જગ્યાએ ધીમી ગતિએ કામગીરી ચાલી રહી હોવાથી સ્થાનિક વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચૂંટણીમાં પરિણામ ભોગવવાની ચીમકી આપી જેને લઈને આજે 16 માર્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના વિરોધમાં વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવ્યું છે અને જો ઝડપથી આ કામગીરી પૂર્ણ નહીં થાય તો આગામી ચૂંટણીમાં પણ પરિણામ ભોગવવા માટેની ચીમકી વ્યાપારીઓએ ઉચ્ચારી છે. તમામ વેપારીઓએ શોપ બંધનું એલાન આપ્યું મળતી વિગત અનુસાર, તંત્રએ ઓવરબ્રિજ તોડવાનો જે કોન્ટ્રાક્ટ આપ્યો છે, તે ખાનગી કોન્ટ્રાક્ટર કે તેના દ્વારા કોઈ યોગ્ય બેરિકેડ કે આડશો મુકયા વિના અને દુકાનોની આસપાસ પસાર થતા અને તુટી ગયેલ રસ્તાઓ પર ઉડતી સેપટો કે ધુળ પર પાણીના ટેન્કરો દ્વારા કોઈ છંટકાવ ના કરાતા સ્વાસ્થ્ય સાથે કરવામાં આવી રહેલ ચેડા અને શરદી ઉધરસના દુકાનદારો તેમજ ઓવરબ્રિજની બન્ને બાજુ આવેલ રહેણાંક મકાનોમાં રહેતા નાગરિકોઓ ભોગ બનતા અને તંત્રને જગાડવા આજે શોપ બંધનું એલાન આપ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યસભાની 11 બેઠકો માટે મતદાન શરૂ:ચમકતો શર્ટ, ચશ્મા અને કપાળ પર તિલક... જેલમાંથી બાહુબલી અનંત સિંહ મતદાન કરવા પહોંચ્યા
    Next Article
    ‘Running with 25 kg weight not needed’: HP govt changes rule

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment