Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં મીરલ ગ્રુપ દ્વારા ઇફતારીનું આયોજન:ઇસ્ટ યાર્ડમાં કોમી એકતાનો સંદેશ અપાયો

    2 days ago

    વલસાડના ઇસ્ટ યાર્ડ વિસ્તારમાં મીરલ ગ્રુપ દ્વારા મુસ્લિમ બિરાદરો માટે ઇફતારીનું આયોજન કરવામાં આવ્યું હતું. રમઝાન માસના પવિત્ર 25માં રોઝા નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સાંજના સમયે મગરીબની અઝાન પૂર્વે ઉપસ્થિત તમામ બિરાદરોએ સાથે મળીને દુઆ માંગી હતી. ત્યારબાદ સૌએ રોઝા ખોલ્યા હતા. ઇફતારીમાં ફ્રૂટ્સ, શરબત અને વિવિધ વાનગીઓ પીરસવામાં આવી હતી. મીરલ ગ્રુપ દ્વારા દર વર્ષે સામાજિક અને ધાર્મિક સદ્ભાવના વધારવાના પ્રયાસો કરવામાં આવે છે. ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો તહેવારોના માધ્યમથી લોકોને એકબીજાની નજીક લાવવામાં મદદરૂપ થાય છે અને કોમી એકતાનો સંદેશ આપે છે. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ અને મીરલ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઇફતારી બાદ તમામ બિરાદરોએ ગ્રુપની આ પહેલને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં વાતાવરણમાં પલટો, ખેડૂતોને પાક નુકસાનની ચિંતા:વાદળછાયા વાતાવરણથી ઠંડક, રાજ્યમાં 18-19 માર્ચે કમોસમી વરસાદની આગાહી
    Next Article
    Oscars 2026 Names Dharmendra On In Memoriam List, Leaves Him Out Of Ceremony

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment